
“ધ એમ્પાયર”ના શૂટિંગ વખતે ઘોડા પરથી પડી જતાં અભિનેતા રાહુલદેવની પાંસળીઓ તૂટી ગઇ હતી પાંસળી તૂટી તેના દસમા દિવસે જ રાહુલ શૂટિંગ માટે પહોંચી ગયો. પીડા સાથે ‘ધ એમ્પાયર’નું શૂટિંગ પુરું કર્યું બોલીવુડ ફિલ્મ્સ દેશ દુનિયામાં પસંદ થતી હોય છે. પરંતુ તેમાં કામ કરતા કલાકારોને તે તૈયાર કરતી વખતે ખુબ મહેનત કરવી પડતી હોય છે, કેટલીક વાર તો શારીરિક પીડાઓ સાથે શૂટિંગ પણ કરવું પડે છે. અભિનેતા રાહુલ દેવે એક મુલાકાતમાં કહ્યું છે કે, તેમણે તુટેલી પાંસળિયો સાથે ‘ધ એમ્પાવર’ સીરિઝના ક્લાઈમેક્સનું શૂટિંગ પુરૂ કર્યું હતું.ફિલ્મના શુટિંગ વખતે તેઓ અશ્વ પરથી નીચે પડી જતાં પાંસળિયો તુટી ગઇ હતી. તબીબે કહ્યું હતું કે ઠીક થતાં ૪૦ ડિવસ લાગશે. પરંતુ ૧૦મા દિવસે જ તેઓ -ધ એમ્પાયર સિરીઝ વર્ષ ૨૦૨૧માં રિલીઝ થઈ હતી. તે સીરીઝના શૂટિંગ વખતે જ અશ્વસવારી કરતી વખતે તેઓ અશ્વ પરથી નીચે પટકાયા હતા તેમની બે પાંસળી તુટી ગઇ હતી. રાહુલ દેવે એક મુલાકાતમાં કહ્યું છે કે પાંસળિયો તુટવી ખુબ ગંભીર બાબત છે. કોઈકની પાંસળિયો તુટે તો તેને પ્લાસ્ટર નથી થતું. તેને ટેપ કરવામાં આવે છે.



