
(છગનલાલ મેવાડા ધ્વારા ) સુરત.
સુરત સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી પેટ્રોલ-ડીઝલની અછતને કારણે ફેલાયેલા ગભરાટથી પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની લાંબી લાંબી લાઈનો પડવા સાથે કેટલાક પેટ્રોલ પંપો માલના અભાવે બંધ પણ કરી દેવાયા હતા. જો કે આજે પરિસ્થિતિ થોડી સુધારા જનક દેખાવા લાગી છે કારણકે કાલે રાતથી જ મોટાભાગના પેટ્રોલ પંપોને પેટ્રોલ-ડીઝલનો જથ્થો જરૂરીયાત માત્રામાં મળવાનું શરૂ થતાં અછતની સ્થિતિમાં સુધારો દેખાઈ રહ્યો છે.
સાઉથ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલનો જથ્થો રાબેતા મુજબ આપવાનું શરૂ કરતા સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે. ધીરે- ધીરે તમામ પેટ્રોલ પંપો શરૂ થઈ જશે. એટલે વાહન ચાલકોની લાઈનો પણ આપો આપ ઓછી થઈ જશે. બીજું એ છે કે ખાનગી પેટ્રોલિયમ કંપની દ્વારા પેટ્રોલમાં પાંચ અને ડીઝલમાં લીટરે રૂપિયા ત્રણ નો વધારો કરી દીધો છે તેથી સસ્તા દરનું પેટ્રોલ પુરાવવા વાહનચાલકો સરકારી કંપનીના પેટ્રોલ પંપ પર જાય છે ઉપરાંત અછતના ભય થી દરેક વાહન ચાલકો ટાંકી ફુલ કરી દેવાનો આગ્રહ રાખતા હોવાથી પેટ્રોલ-ડીઝલની માંગ વધી જતા
પણ અછત સર્જાવવા લાગી હતી જે હવે ઓછી થઈ રહી છે.



