
CERT-Inની મોટી ચેતવણી.આઇફોન, આઇપેડ અને મેક યુઝર્સ સાવધાન ડિવાઇસ પર સાયબર હુમલાનો ખતરા.એજન્સીએ યુઝર્સને Safari અને Appleના અન્ય સોફ્ટવેર કોમ્પોનેન્ટ્સને પણ નિયમિત રીતે અપડેટ રાખવાની સલાહ આપી.ભારતની રાષ્ટ્રીય સાયબર સુરક્ષા એજન્સી CERT-In એ Apple ડિવાઇસનો ઉપયોગ કરતા યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. આ એડવાઇઝરીમાં આઇફોન, આઇપેડ, મેક કમ્પ્યુટર્સ અને Apple ઇકોસિસ્ટમના અન્ય પ્રોડક્ટ્સમાં મળી આવેલી કેટલીક નવી સુરક્ષા ખામીઓ વિશે માહિતી આપવામાં આવી છે. જાે સમયસર આ ખામીઓને ઠીક કરવામાં નહીં આવે તો હુમલાખોરો તેનો લાભ લઈને સંવેદનશીલ ડેટા સુધી ગેરકાયદેસર ઍક્સેસ મેળવી શકે છે અથવા ડિવાઇસની સામાન્ય કામગીરીમાં ખલેલ પહોંચાડી શકે છે.CERT-In દ્વારા દર્શાવવામાં આવેલી આ સુરક્ષા ખામીઓ Apple ના અનેક સોફ્ટવેર પ્લેટફોર્મને અસર કરે છે. તેમાં iOS, iPadOS, macOS, tvOS, visionOS અને Safari બ્રાઉઝરના જૂના વર્ઝન્સનો સમાવેશ થાય છે. આ ખામીઓનો ઉપયોગ કરીને હુમલાખોરો સિસ્ટમમાં વધુ અધિકારો મેળવી શકે છે અથવા ગોપનીય માહિતી સુધી પહોંચી શકે છે. સાથે જ તેઓ સુરક્ષા નિયંત્રણોને બાયપાસ કરી શકે છે અથવા ડિવાઇસની સામાન્ય કામગીરીને અસર કરતીDenial-of-Service જેવી પરિસ્થિતિ ઊભી કરી શકે છે. iPad એ કેટલીક ખાસ જાેખમી સોફ્ટવેર વર્ઝન્સની યાદી પણ જાહેર કરી છે, જેમાં કેટલાક iPadOS મોડલ્સમાં ચાલતા જૂના ૈઁટ્ઠર્ઙ્ઘંજી વર્ઝન્સનો સમાવેશ થાય છે. એજન્સીએ આ ખામીઓ સાથે જાેડાયેલા અનેક Common Vulnerabilities and Exposures (CVE) આઈડેન્ટિફાયર્સની પણ ઓળખ કરી છે. તેમાં માહિતી લીક થવી અને સુરક્ષા પ્રતિબંધોને બાયપાસ કરવાની સમસ્યાઓનો સમાવેશ થાય છે. જાે સ્ટ્ઠષ્ઠ ડિવાઇસમાં જૂના macOS વર્ઝનનો ઉપયોગ થઈ રહ્યો હોય અને તેમાં તાજેતરના સુરક્ષા પેચ ઇન્સ્ટોલ ન કરવામાં આવ્યા હોય તો આવા યુઝર્સ પણ જાેખમ હેઠળ રહી શકે છે.CERT-Inએ અસરગ્રસ્ત Apple ડિવાઇસના તમામ યુઝર્સને સલાહ આપી છે કે તેઓ તરત જ પોતાના ડિવાઇસને કંપની દ્વારા જાહેર કરાયેલા નવા સોફ્ટવેર વર્ઝનમાં અપડેટ કરે. આ નવા અપડેટ્સમાં સુરક્ષા પેચ સામેલ છે, જે ઓળખાયેલી ખામીઓને દૂર કરવા અને ડિવાઇસની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. એજન્સીએ યુઝર્સને Safari અને Apple ના અન્ય સોફ્ટવેર કોમ્પોનેન્ટ્સને પણ નિયમિત રીતે અપડેટ રાખવાની સલાહ આપી છે, કારણ કે જૂના અને સુરક્ષા ખામીઓ ધરાવતા એપ્લિકેશન્સ હેકર્સ માટે સરળ નિશાન બની શકે છે.



