
ઈરાને અમેરિકાના ડ્રોન તોડ્યા અને અમેરિકાએ ઈરાનની રડાર-ડ્રોન સાઈટ્સ પર હુમલા કર્યાં લેબેનોન પર હુમલાથી ઈરાન ભડક્યું અમેરિકા સાથે મંત્રણા અટકાવી દીધી ઈરાન સમર્થિત યમન અને હુથી બળવાખોરોએ રેડ સીમાં બાબા અલ મંદેબ જળમાર્ગને બંધ કરી દેવા ચીમકી આપી લેબેનોન પર ઈઝરાયેલના હુમલાઓથી ગુસ્સે ભરાયેલા ઈરાને અમેરિકા સાથે ચાલી રહેલી મંત્રણા અટકાવવાનો ર્નિણય લીધો છે. લેબેનોન પર હુમલાને યુદ્ધ વિરામનો ભંગ ગણાવીને ઈરાને હોર્મુઝની ખાડી અને રેડ સીમાં દરિયાઈ માર્ગાે બંધ કરવાની ચીમકી આપી છે. લેબેનોન પર હુમલા બંધ ન થાય ત્યાં સુધી અમેરિકા સાથે વાટાઘાટો નહીં કરવાનું ઈઝરાયેલે એલાન કર્યું છે. વાતચીતનો માર્ગ બંધ કરવાની ઈરાનની ચીમકી સાથે બંને દેશ દ્વારા પરસ્પર હુમલા પણ ચાલી રહ્યા છે, જેના કારણે પશ્ચિમ એશિયામાં તણાવ વકરવાનું જાેખમ ઊભું થયું છે. લેબેનોનમાંથી ઈઝરાયેલી સૈન્યને સંપૂર્ણ પરત ખેંચી લેવા માગણી ઉપરાંત ઈરાન સમર્થિત યમન અને હુતી બળવાખોરોએ રેડ સીમાં આવેલા બાબા અલ મંદેબ જળમાર્ગને બંધ કરી દેવાની ધમકી આપી છે, જેનાથી વૈશ્વિક વ્યાપાર અને ક્રૂડ સપ્લાય પ્રભાવિત થઈ શકે છે. યુએસ-ઈરાનના નેગોશિએટર્સ વાટાઘાટોના માર્ગે આગળ વધી રહ્યા હોવા છતાં છૂટાછવાયા હુમલા ચાલુ રહ્યા છે. તેહરાને વીકેન્ડ દરમિયાન અમેરિકન ડ્રોનન તોડી પાડ્યા હતા. આંતરરાષ્ટ્રીય જળવિસ્તારોમાં આ હુમલા થયા હાવાનું કહી અમેરિકાએ ઈરાનમાં રડાર અને ડ્રોન સાઈટ્સ ફૂંકી માર્યાનો દાવો સોમવારે કર્યાે હતો. કુવૈતમાં અમેરિકન સૈનિકો પર મિસાઈલ હુમલો કર્યાે હોવાનો દાવો ઈરાન કર્યાે હતો. જાે કે આ મિસાઈલ તોડી પડાયાનો વળતો દાવો અમેરિકાએ કર્યાે હતો. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘેઈએ જણાવ્યું હતું કે, અમેરિકા સતત તેનું વલણ બદલી રહ્યું છે. અવિશ્વાસના માહોલમાં વાટાઘાટો થઈ રહી હોવાની પહેલેથી ખબર હતી અને શરૂઆતથી જ સતત બદલાતા વલણના પરચા મળી રહ્યા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તણાવ વધવા છતાં ઈરાન સાથે પીસ ડીલ થવાની આશા વ્યક્ત કરતા ટ્રુથ સોશિયલ પર જણાવ્યું હતું કે, આરામથી બેસો અને રીલેક્સ રહો. ઈરાનને હકીકતમાં ડીલ કરવી જ છે અને આખરે તો ડીલ થઈને જ રહેશે. ઈરાન હંમેશા આવું જ કરે છે. શનિવાર-રવિવારે ઈરાનના ગેરુક અને કેશ્મ ટાપુઓ પર અમેરિકાએ હુમલા કર્યા હતા અને ઈરાનની એર ડિફેન્સ સીસ્ટમને નુકસાન પહોંચાડ્યુ હતું. આ બંને ટાપુ પર તૈનાત ઈરાનના શસ્ત્રોથી જહાજાે પર જાેખમ હોવાનું અમેરિકાએ જણાવ્યું હતું. ઈરાન-યુએસ વચ્ચે ફરી તણખા ઝરવાની શરૂઆત થતાં હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજાેની સંખ્યામાં અગાઉની સરખામણીએ ઘટાડો આવ્યો છે.બેરૂત: ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાતચીત કર્યા બાદ અને મધ્યસ્થીઓ દ્વારા લેબેનોનના સંગઠન સાથે સંપર્ક સાધ્યા પછી ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ લડાઈ બંધ કરવા માટે સહમત થયા છે તેમ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જણાવ્યું હતું. નેતન્યાહુ સાથેની ફોન પરની વાતચીત બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ વાતની જાહેરાત કરી હતી. નેતન્યાહુ સાથેની વાતચીત પછી ટ્રમ્પે કહ્યું કે, “લેબેનોનમાં કોઈ સૈનિકો મોકલવામાં આવશે નહીં, અને જે સૈનિકો રસ્તામાં હતા, તેમને પણ પાછા બોલાવી લેવામાં આવ્યા છે.” ટ્રમ્પે ઉમેર્યું કે હિઝબુલ્લાહ “તમામ પ્રકારનો ગોળીબાર રોકવા માટે સહમત થયું છે. આમ ઈઝરાયેલ તેમના પર હુમલો નહીં કરે અને તેઓ ઈઝરાયેલ પર હુમલો નહીં કરે.”



