
ઈરાનના ૧૫૯ જહાજને દરિયામાં જળ સમાધિ અપાઈ: પ્રમુખ ટ્રમ્પ અમેરિકન સૈનિકોની હત્યા થઈ તો ઈરાન સામે ફરી યુદ્ધ: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવમાં ઈરાન યુદ્ધ અટકાવવા પસાર થયેલા ઠરાવના સમર્થનમાં અપાયેલા મતોને અર્થહિન ગણાવ્યા હતા ઈરાન સાથે પીસ ડીલની શક્યતાઓ ડામાડોળ છે ત્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર યુદ્ધ શરૂ કરવાની ચીમકી આપી છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાન દ્વારા યુએસ સૈન્યની હત્યા કરવામાં આવે તો યુદ્ધ ફરી શરૂ કરવા આ સારું કારણ રહેશે. ઈરાન પાસે નૌકાદળ નથી, હવાઈદળ નથી અને અમેરિકાએ ઈરાનના નેતૃત્વનો સફાયો કરી દીધો છે. વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે દાવો કર્યાે હતો કે, તમામ રીતે પાયમાલ થઈ ચૂકેલું ઈરાન યુદ્ધમાં સારું પ્રદર્શન કરી રહ્યું હોવાના સમાચાર તથ્યવિહોણા છે. ઈરાન પાસે ૧૫૯ જહાજાે છે અને તમામને દરિયામાં જળ સમાધિ અપાઈ ગઈ છે. અમેરિકાએ તેના ફોટોગ્રાફ્સ લીધેલા છે. અમેરિકામાં હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવમાં ઈરાન યુદ્ધ અટકાવવા પસાર થયેલા ઠરાવના સમર્થનમાં અપાયેલા મતોને અર્થહિન ગણાવ્યા હતા અને ઈરાન પાસે કોઈપણ ભોગે પરમાણુ શસ્ત્રો નહીં રહેવા દેવાનો નિર્ધાર વ્યક્ત કર્યાે હતો. ટ્રમ્પે ફરી એક વાર ખોંખારીને કહ્યું હતું કે, ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો ન હોય તેવો ઉદ્દેશ સંધિમાં કેન્દ્ર સ્થાને છે. એક યા બીજી રીતે યુએસનો વિજય નિશ્ચિત છે. કાગળ પર અથવા યુદ્ધના મેદાનમાં યુએસ જીતવાનું છે. ઈરાનને પરમાણુ શસ્ત્રો વિકસાવતા રોકવાના ર્નિણયને બહોળું સમર્થન મળી રહ્યું છે અને દરેક આ બાબતે સંમત છે. ઓબામાના કાળ દરમિયાન ઈરાન સાથે થયેલી પરમાણુ સંધિ બાબતે કોઈ નેગોશિએશનનો ઈનકાર કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે, ઓબામા ડીલ મેં રદ કરી દીધી છે. આ ડીલ અસ્તિત્વમાં હોત તો ઈરાન પરમાણુ સત્તા બની ગયું હોત. હોર્મુઝની ખાડીના રક્ષણ માટે યુરોપના દેશોના સહકાર બાબતે ટ્રમ્પે કહ્યું હતું કે, અમે તેમને મદદ કરવા તક આપી હતી. નાટો દેશ તથા અન્ય પાસે યુએસ ગયુ હતું, પરંતુ બધાએ નિરાશ કર્યા હતા. ખાડીના ઓઈલ-ગેસ પર ર્નિભર રહેતા દેશો માટે આ ર્નિણય મોંઘો પુરવાર થવાનો છે. પીસ ડીલમાં હોર્મુઝની ખાડી ખોલવાની મુખ્ય શરત ઈરાન સમક્ષ રાખવામાં આવી છે. યુએસ સૈન્ય સક્ષમ છે અને દરિયાઈ સુરક્ષા માટે પગલાં લેવાયા છે.



