
અખિલેશના આરોપ પર પંકજ ચૌધરીની ટિપ્પણી આ સરકારનો વિષય નથી, મંદિર પ્રશાસન આનો જવાબ આપશે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે મંદિરમાંથી કરોડો રૂપિયા ગાયબ થયા હોવાનો દાવો કર્યો હતો સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે રવિવારે અયોધ્યાના રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવેલા કરોડો રૂપિયા ગાયબ થયા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરીને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેઓ ભડકી ગયા અને કહ્યું કે, તેઓ (અખિલેશ યાદવ) તો કહેતા રહે, અમે થોડી જવાબ આપતા રહીશું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરી રવિવારે જાલોન પહોંચ્યા હતા. અહીં મીડિયાએ તેમને સવાલ કર્યો કે, અખિલેશ યાદવે મંદિરમાંથી કરોડો રૂપિયા ગાયબ થયા હોવાનો દાવો કર્યો છે. તેના પર તેમણે કહ્યું કે, આ સરકારનો વિષય નથી. મંદિર પ્રશાસન આનો જવાબ આપશે. બીજી તરફ જ્યારે પત્રકારે કહ્યું કે, અખિલેશ કહી રહ્યા છે કે ધનરાશિ ગાયબ થઈ ગઈ છે અને આ સનાતન પર પ્રહાર છે, ત્યારે આ સવાલ પર ભડકી જતા પંકજ ચૌધરીએ કહ્યું કે, ક્યાં, કોણ કહી રહ્યું છે કે ગાયબ થઈ ગઈ છે? અખિલેશ યાદવ કહેતા રહે, અમે થોડી તેના જવાબ આપતા રહીશું.
વાસ્તવમાં, સપા ચીફ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ભગવાન રામના ઉપાસકો માટે આ એક ખૂબ જ સંવેદનશીલ સમાચાર છે કે રામ મંદિરના ચઢાવાની કરોડો રૂપિયાની રકમ ગાયબ થઈ ગઈ છે. આ મંદિર ટ્રસ્ટ માટે અત્યંત શરમજનક સ્થિતિ છે. કોઈ પણ આ મામલે સ્પષ્ટતા આપવા માટે સામે આવવા નથી માગતું. આ બાબતે ન્યાયાલય સ્વત: સંજ્ઞાન (સુઓમોટો) લે તેવી માંગ છે, કારણ કે આનો સીધો સંબંધ વૈશ્વિક સ્તરે સમગ્ર સનાતની સમાજની પ્રભુ રામ પ્રત્યેની ઊંડી આસ્થા સાથે જાેડાયેલો છે. સરકારનું મૌન શંકાસ્પદ છે.
જ્યારે તીર્થ ટ્રસ્ટે આ દાવાને ફગાવી દીધો ત્યારે અખિલેશ યાદવે ફરીથી સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, સ્પષ્ટીકરણ જ સ્પષ્ટ નથી. એવું લાગે છે કે આ લોકો માટે દર અઠવાડિયાની સામાન્ય વાત છે, અને એટલી બધી સામાન્ય છે કે તેઓ હવે આને ઉલ્લેખનીય પણ નથી માનતા. ચહેરાના હાવભાવ અને બોડી લેંગ્વેજ હતાશા તેમજ નિરાશાથી ભરેલી છે. ટ્રસ્ટના તમામ સભ્યોને એક સાથે બેસાડીને સ્પષ્ટીકરણ માગવામાં આવે અને આંકડાઓની સરખામણી કરવા માટે સીસીટીવીના પુરાવાઓનો સહારો લેવામાં આવે. જેવા તમામ ટ્રસ્ટીઓ એક સાથે બેસશે કે તરત જ સત્ય સામે આવી જશે, કારણ કે તેમનામાં દરેક વ્યક્તિ એક સરખી નથી. જ્યારે આ હેરાફેરીની શંકાના કેન્દ્રમાં કોઈ એક વ્યક્તિ વિશેષ છે જ નહીં, તો પછી કોઈ એકના સ્પષ્ટીકરણનું શું મહત્વ છે.
વાસ્તવમાં અખિલેશ યાદવની પોસ્ટ બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર વતી મહાસચિવ ચંપત રાયે પોતાનું નિવેદન જાહેર કરીને આ દાવાને ફગાવી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, સમય-સમય પર આંતરિક ઑડિટ થાય છે. આ કાર્યમાં ટ્રસ્ટ અને ભારતીય સ્ટેટ બેંક (જીમ્ૈં)ના પ્રતિનિધિઓ સામેલ હોય છે. ઑડિટની કામગીરી ઘણા દિવસો સુધી ચાલે છે અને એ જ કામગીરી આજકાલ ચાલી રહી છે. અત્યાર સુધી કોઈ ઉલ્લેખનીય બાબત સામે નથી આવી.



