
તુમ્બાડના ડિરેક્ટરની ફિલ્મ ઓફર થઈ જાહ્નવી કપૂર પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે હાલ હોરર ફિલ્મો જે રીતે સફળતાને વરી રહી છે તે જાેતાં જાહ્નવીની આ પસંદગી મહત્વની બની રહેશે આજકાલ ‘પેડ્ડી’ની સફળતા બાદ ફૂલી ન સમાતી જાહ્વવી કપૂર હવે પછીની ફિલ્મ બહું ગણતરીપૂર્વક સાઇન કરવાની છે. ‘તુમ્બાડ’ ફિલ્મનું દિગ્દદર્શન કરનારા રાહી અનિલ બર્વેની આગામી ક્રિએચર હોરર ફિલ્મમાં જાહ્નવી કપૂરને લેવા માટે ચર્ચા ચાલી રહી છે. જાે આ ફિલ્મ કરવા માટે જાહ્નવી તૈયાર થશે તો તેના માટે આ એક સાવ અલગ પ્રકારની ફિલ્મ બની રહેશે. આ ફિલ્મ મોટા બજેટની ફિલ્મ છે. નિર્માતાઓ આ વર્ષના અંત ભાગમાં ફિલ્મનું પ્રોડકશન શરૂ કરવાની આશા રાખી રહ્યા છે.એકવાર ફિલ્મ સાઇન થઇ જાય તે પછી જાહ્નવી તેના પાત્રને સુપેરે સમજવા માટે વર્કશોપ કરશે તેમ મનાય છે.હાલ હોરર ફિલ્મો જે રીતે સફળતાને વરી રહી છે તે જાેતાં જાહ્નવીની આ પસંદગી મહત્વની બની રહેશે. શ્રદ્ધા કપૂર સહિતની હિરોઈનોને તેમની કેરિયરમાં હોરર ફિલ્મો ફળી ચૂકી છે. તેમાં પણ ‘તુમ્બાડ’ જેવી સફળ ફિલ્મના ર્નિદેશક સાથે કામ કરવાની તક મળતી હોય તો જાહ્નવી તેને છોડશે નહીં.



