
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
અયોધ્યાના રામ મંદિરના લાખો રૂપિયાની ચોરીનો મામલો તાજો જ છે ત્યારે મથુરાના પ્રખ્યાત સંત દિનેશ ફલાહારીએ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની તિજોરી (તોષા ખાના) માંથી હજારો કરોડોના દાગીના અને દાન ચોરાઈ ગયા છે.
આ મામલો અયોધ્યાની પરિસ્થિતિનું પ્રતિબિંબ છે. અયોધ્યામાં રામ મંદિરના દાન અંગે કથિત ગેરરીતિ અને છેતરપિંડીનો વિવાદ થોડો શાંત થયો ન હતો ત્યારે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરમાંથી દાનની મોટા પાયે ચોરીનો એક સનસનાટી ભર્યો મામલો સામે આવ્યો છે. આ મામલાના મુખ્ય ફરિયાદી પંડિત દિનેશ ફલાહારીએ મંદિરની તિજોરીમાંથી હજારો કરોડ રૂપિયાના દાન, સોના- ચાંદીના દાગીના અને કિંમતી વસ્તુઓની ચોરી અંગે ગંભીર આરોપો લગાવીને મથુરા મંદિર વહીવટ અને તે સમયના સંચાલકોને કઠેડામાં ઊભા કર્યા છે. અને પંડિત દિનેશ ફલાહારીએ યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સમગ્ર મામલાની તાત્કાલિક સીબીઆઈ દ્વારા ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.
મીડિયા અહેવાલો અનુસાર, જ્યારે મંદિરનો ઐતિહાસિક તિજોરી (તોષાખાના) ઘણા દાયકાઓ પછી તાજેતરમાં ખોલવામાં આવ્યો ત્યારે તેમણે જે જોયું તેનાથી દરેક ચોંકી ગયા. એવો આરોપ છે કે તિજોરીમાં રાખવામાં આવેલી પેટીઓ સંપૂર્ણપણે ખાલી હતી અને દેશ-વિદેશના રાજાઓ, મહારાજાઓ અને ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવેલા અમૂલ્ય હીરા, રત્નો અને સોનાના દાગીના માટેના બોક્સમાંથી કોઈ સામગ્રી મળી આવી ન હતી. અને વધુમાં મંદિરની ઘણી સ્થાવર અને જંગમ સંપત્તિઓ સંબંધિત આવશ્યક દસ્તાવેજો પણ રહસ્યમય રીતે ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે.
આમ મથુરામાં પણ “રામ મંદિર દાન ચોરી” જેવી ઘટના ના દાવાઓએ ફરી એકવાર ઉત્તરપ્રદેશના ધાર્મિક રાજકારણ અને મંદિર વહીવટની પારદર્શિતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. જે લોકોની ભગવાન ઉપરની આસ્થા ઉપર સીધા ધા સમાન છે.



