
ભારત પાસે માગી સ્પષ્ટતા! શેખ હસીનાના નવી દિલ્હીમાં થનારા વર્ચ્યુઅલ ભાષણ સામે બાંગ્લાદેશનો વાંધો આ મુદ્દો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઢાકા ભારત પાસેથી શેખ હસીનાના પ્રત્યાર્પણની સતત માંગ કરી રહ્યું છે
બાંગ્લાદેશે ભારતના નવી દિલ્હીથી દેશનિકાલ કરાયેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના આયોજિત વર્ચ્યુઅલ સંબોધન પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા ભારતને અનુરોધ કર્યો છે. બાંગ્લાદેશે ચેતવણી આપી છે કે કોઈ ફરાર વ્યક્તિ દ્વારા રાજકીય પ્રવૃત્તિઓ ચલાવવાથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નુકસાન થઈ શકે છે.
હસીના આગામી ૫ ઑગસ્ટે દિલ્હીમાં ફોરિન કરસ્પોન્ડન્ટ્સ ક્લબ દ્વારા યોજાનાર એક કાર્યક્રમમાં વીડિયો લિંક દ્વારા સંબોધન કરવાની છે. જે તેમની સરકારને પદભ્રષ્ટ કરનાર વિદ્યાર્થી આંદોલનની બીજી વર્ષગાંઠ નિમિત્તે યોજાઈ રહ્યો છે.
આ મુદ્દો એવા સમયે સામે આવ્યો છે. જ્યારે ઢાકા ભારત પાસેથી શેખ હસીનાના પ્રત્યાર્પણની સતત માંગ કરી રહ્યું છે. ઑગસ્ટ ૨૦૨૪માં બાંગ્લાદેશ છોડ્યા પછી હસીના ભારતમાં જ આશરો લઈ રહી છે. તેમની સામે અનેક ગંભીર કેસો નોંધાયેલા હોવા છતાં, તેમણે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની યોજના બનાવી છે. બાંગ્લાદેશના વિદેશ રાજ્યમંત્રી શમા ઓબેદ ઇસ્લામે જણાવ્યું હતું કે ભારત સાથેની પ્રગતિને અટકાવવા માંગતા નથી, પરંતુ ભારતે આ મામલે પોતાની સ્પષ્ટ સ્થિતિ દર્શાવવી આવશ્યક છે.
આયોજકોના જણાવ્યા મુજબ, ૭૮ વર્ષીય હસીના તેમના પુત્ર સાથે આ કાર્યક્રમને સંબોધિત કરશે. શમા ઓબેદે જણાવ્યું હતું કે બાંગ્લાદેશે ભારતીય ભૂમિ પરથી રાજકીય નિવેદનો આપતી હસીના અને અન્ય નેતાઓ સામે અગાઉ પણ ચિંતા વ્યક્ત કરી હતી. ફરાર આરોપી વ્યક્તિઓના નિવેદનોથી ભારત-બાંગ્લાદેશના સંબંધોને નુકસાન પહોંચવું જાેઈએ નહીં. જાેકે, તેમણે સ્વીકાર્યું કે આ કાર્યક્રમ ભારત સરકાર દ્વારા આયોજિત નથી, તેમ છતાં ઢાકા કૂટનીતિક માધ્યમો દ્વારા આ મામલો ગંભીરતાથી ઉઠાવશે.
શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ રહ્યો છે, પરંતુ તાજેતરની નવી સરકાર આવ્યા બાદ સંબંધો સુધારવાના પ્રયાસો ચાલુ છે. હસીનાના શાસનના પતન બાદ બાંગ્લાદેશે પ્રત્યાર્પણની માંગ કરી હતી અને વર્ષ ૨૦૨૫માં માનવતા વિરુદ્ધના ગુનાઓમાં તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. આ દમનમાં અંદાજે ૧,૪૦૦ લોકોના મોત થયા હોવાનો અંદાજ છે. જાેકે, હસીનાએ આ તમામ આરોપો અને ચુકાદાઓને રદ્દબાતલ ગણાવીને ફગાવી દીધા છે.




