
ભાજપના ૧૮ ટકા વૉટર્સ જ E-20 ના સમર્થનમાં એનડીએના ૫૩ ટકા મતદારો ઈથેનોલ મિશ્રણના પક્ષમાં નથી : સી-વોટર સર્વે ૫૦ ટકા લોકોને વાહન ખરાબ થવાનો અને એવરેજ ઘટી જવાનો ડર : વિપક્ષના ૫૭ ટકા સમર્થકોમાં ઈ-૨૦નો વિરોધ દેશમાં ઈથેનોલ પૉલિસી ભારે ચર્ચાસ્પદ બની છે. દેશનો મોટો વર્ગ E-20 પેટ્રોલનો વિરોધ કરે છે. તેમને ડર છે કે ઈથેનોલ ભેળવેલા પેટ્રોલથી વાહનો ખરાબ થઈ જશે. એવરેજમાં કડાકો બોલી જશે અને એન્જિન વહેલું ખરાબ થઈ જશે. સી-વૉટરના એક સર્વેમાં જણાયું કે સત્તાધારી ગઠબંધન એનડીએના બહુમતી સમર્થકોમાં E-20 નો ભારે વિરોધ છે. તેમને સરકારની આ પૉલિસી મંજૂર નથી. ૨૯ ટકા લોકો ઈથેનોલ બાબતે કોઈ ર્નિણય પર આવી શક્યા નથી.કેન્દ્ર સરકારની ઈથેનોલ પૉલિસીએ દેશવ્યાપી ચર્ચા જગાવી છે. એક તરફ સરકાર સતત આ પૉલિસીનો બચાવ કરે છે અને તેને સલામત ગણે છે. બીજી તરફ જૂના વાહનોમાં તેનાથી નુકસાન થશે એવા તારણો રજૂ થઈ રહ્યાં છે. લોકોમાં ભારે મૂંઝવણ છે. ઈથેનોલનો ઉપયોગ કરવાથી લાંબાંગાળે શું થશે તે બાબતે તો કોઈ જ સત્તાવાર રિસર્ચ સરકારે પણ બહાર પાડયું છે. સરકાર માત્ર સાયન્ટિફિક રિસર્ચ જાહેર કર્યા વગર જ ઈ-૨૦ને સલામત ગણાવે છે.આવી સ્થિતિ વચ્ચે સી-વૉટર્સે એક સર્વે હાથ ધર્યાે હતો. ભાજપના નેતૃત્વમાં કેન્દ્રમાં એનડીએની સરકાર છે. એનડીએને મત આપનારા લોકોમાંથી ૫૨.૫ ટકા લોકોએ સ્પષ્ટ શબ્દોમાં ઈથેનોલ-૨૦ પૉલિસીનો વિરોધ કર્યાે. આ લોકોએ કહ્યું કે તેમને પેટ્રોલમાં ૨૦ ટકા ઈથેનોલ ભેળવવામાં આવે છે તે એમને પસંદ નથી. એનડીએના ૧૮.૧ ટકા લોકોએ જ ઈથેનોલ-૨૦નું સમર્થન કરીને એમાં વિશ્વાસ મૂક્યો હતો. એનડીએના ૨૯ ટકા મતદારો કોઈ ર્નિણય પર આવી શક્યા ન હતા. તેઓ તરફેણ અને વિરોધમાં થઈ રહેલી દલીલોથી કન્ફ્યૂઝ્ડ છે.બીજી તરફ વિપક્ષી ગઠબંધનના ૫૭.૯ એટલે ઓલમોસ્ટ ૫૮ ટકા લોકોએ E-20 નો વિરોધ કર્યાે હતો. સત્તાધારી કે વિપક્ષ એમ એકેય ગઠબંધનમાં ન હોય એવી પાર્ટીના ૫૫ ટકા વોટર્સે આ મેથડને રિજેક્ટ કરીને વિરોધ કર્યાે હતો.બધા મળીને ૫૫.૧ ટકા લોકોએ ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સામે વાંધો ઉઠાવ્યો હતો અને માઈલેજ ઘટી જવાથી માંડીને એન્જિન ખરાબ થઈ જવા સુધીની ચિંતા વ્યક્ત કરી હતી. દેશના માત્ર ૧૭.૧ ટકા લોકોએ જ ઈથેનોલના મિશ્રણમાં ભરોસો વ્યક્ત કર્યાે હતો.




