
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
યુએન (યુનાઈટેડ નેશન) સંયુકત રાષ્ટ્રના નિષ્ણાતોએ જણાવ્યુ હતું કે,ભારત સરકારને કાયદા અમલીકરણ હેઠળ સેંકડો ત્રાસ સંબંધિત મૃત્યુ અને હજારો ઘાયલોના આરોપોની તાત્કાલિક સ્વતંત્ર તપાસ શરૂ કરવા અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ધોરણો મુજબ પોલીસિંગને આધુનિક બનાવવા માટી મોટા સુધારા હાથ ધરાવા હાકલ કરી છે.
“ આ આરોપો કાયદા અમલીકરણ હિંસાનું પ્રણાલીગત ચિત્ર રજૂ કરે છે. જે જીવન જીવવાના અધિકાર ત્રાસ પર સંપૂર્ણ પ્રતિબંધ અને ભેદભાવ નહીં કરવાના અધિકારના ગંભીર ઉલ્લંઘનો દર્શાવે છે. અમને ખૂબ જ દુ:ખ છે કે પોલીસ આ કામગીરીમાં કાયદેસર અને યોગ્ય પ્રક્રિયાને બદલે સંક્ષિપ્ત હિંસાનો ઉપયોગ કરે છે. દરેક ઘટનાની તાત્કાલિક સ્વતંત્ર અને પારદર્શક રીતે લાગુ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર તપાસ થવી જોઈએ. નિષ્ણાંતોને વિશ્વસનીય રીતે મળેલી માહિતી મુજબ પોલીસ ધ્વારા ઘણીવાર અતિશય બળનો ઘાતક ઉપયોગ વ્યાપક રીતે થઈ રહ્યો છે. ઉત્તરપ્રદેશ અને આસામ જેવા રાજ્યોમાં પોલીસે “એન્કાઉન્ટર” અને “અડધા એન્કાઉન્ટરો” કરી નાંખ્યા છે. ઉપરાંત વ્યાપક કસ્ટોડિયલ ત્રાસ પણ આપેલા હોવાની માહિતી છે. આ ત્રાસને કારણે મુસ્લિમો, દલિતો ,આદિવાસીઓ અને હાંસિયામાં ધકેલાઇ ગયેલા સમુદાયો અપ્રમાણસર રીતે પ્રભાવિત થયા છે. નિષ્ણાંતોએ જણાવ્યુ હતું કે, “એન્કાઉન્ટર અને અર્ધ એન્કાઉન્ટર” ધ્વારા એક વ્યાપક અને અમાનવીય પ્રથા ઢંકાઈ જાય છે. જે ગેરકાયદે હિંસાને સામાન્ય બનાવવા અને કાયદાના અમલીકરણના જાહેર વિશ્વાસને નષ્ટ કરવાનું જોખમ ધરાવે છે. કાનૂની સુરક્ષા અને જવાબદારીમાં નોંધપાત્ર ખામીઓ આ સ્તરના દુરુપયોગને સક્ષમ બનાવે છે. આમ ન્યાયની માંગણી કરનારાઓને ચૂપ કરવા એ લોકશાહીના સમાજ સાથે અસંગત છે. આ બાબતે ખાસ સંવાદદાતાઓએ ભારત સરકારને પત્ર લખ્યો છે. જેમાં તેમણે રાષ્ટ્રીય અધિકારીઓને ટેકનિકલ સલાહ આપવાની તૈયારી દર્શાવી છે.




