
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ ઘણો જ વધી ગયેલ છે. આ કૂતરાઓના ત્રાસથી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. કુતરા કરડવાના કારણે અનેક લોકોએ ઇન્જેક્શનો મુકાવા પડે છે. આવા કુતરા કરડવાના કારણે અનેક લોકો માનસિક ત્રાસ અને પીડા અનુભવી રહ્યા છે.
હાલમાં સુરત શહેરના મોડર્ન ટાઉન વિસ્તારમાં રખડતા કૂતરાઓએ અનેક લોકોને ઇજાગ્રસ્ત કરેલ છે. રખડતા કૂતરાઓને પકડી લોકોને નુકશાન (કરડે) નહીં તે જોવાની જવાબદારી સુરત મહાનગરપાલિકાની છે. તાજેતરમાં નામદાર સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓ બાબતે ચુકાદો આવેલ છે અને મહાનગરપાલિકાઓમાં કૂતરાઓના ત્રાસથી પ્રજાને નુકસાન ના પહોંચાડે તે જોવાની જરૂરિયાત છે.
સુપ્રીમ કોર્ટનો તાજેતરમાં જ રખડતા કુતરા બાબતે રાજય સરકારોને આદેશ આપેલો છે અને રખડતાં કુતરાઓ માનવ સમાજને જોખમના કરે તે જોવાની અને તે અંગે જરૂરી સાવચેત રહેવા રાજય સરકારોને આદેશ કરેલ છે તેમજ મહાનગરપાલિકાઓએ પણ માનવહિતમાં આ બાબતે સાવચેત રહી રખડતાં કુતરાઓને પકડી યોગ્ય સૂચનાઓ આપવામાં આવેલ છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્પષ્ટ હોવા છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા એ બાબતે કોઈ ગંભીરતા દાખવેલ નથી. જેના કારણે કુતરાઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. શનિવારે દિવસના એક યુવાનને રખડતા કૂતરાએ આ ફોટામાં દર્શાવ્યા પ્રમાણે ગંભીર રીતે કરડી ઇજા પહોંચાડેલ છે.




