
છેલ્લે ૨૦૧૮માં બ્લેકમેઇલના ગીતમાં દેખાઇ હતી ઉર્મિલા માતોંડકરનું ઓટીટી દ્વારા એક્ટિંગમાં કમબેક સિરિઝમાં ઉર્મિલાએ એક એવી યુવતીની ભૂમિકા ભજવી છે જે તેણે ન કરેલાં ગુના માટે ૧૪ વર્ષની કેદ ભોગવી બહાર આવી છે
ઉર્મિલા માતોંડકર એક્ટિંગમાં કમબેક કરી રહી છે. તે એક વેબ શોમાં પ્રિન્સિપાલની ભૂમિકામાં દેખાશે. ધી વાઈરલ ફિવર દ્વારા આ સીરિઝ બનાવાઈ રહી છે.આ વેબ સિરિઝનું શૂટિંગ શરૂ થઇ ચૂક્યુ છે અને તેને ૨૦૨૭ની મધ્યમાં સ્ટ્રિમ કરવાની નેમ છે. આ વેબ સિરિઝનું લેખન પુનિત બાત્રા કરી રહ્યા છે જ્યારે દિગ્દર્શનની જવાબદારી દિવ્યાંશુ મલ્હોત્રા સંભાળી રહ્યા છે. આ બંને જણાં અગાઉ ૨૦૧૮માં ટીવીએફની ફ્લેમ્સમાં સાથે કામ કરી ચૂક્યા છે. પુનીત બાત્રા લિખિત ‘કોટા ફેક્ટરી’ સિરિઝ હીટ નીવડી હતી. જાે કે, ઉર્મિલા માતોંડકરની અન્ય એક સિરિઝ તિવારી ફેબુ્રઆરીમાં ઓટીટી પર આવી રહી છે. સૌરભ વર્મા દ્વારા ર્નિદેશિત ૧૪ એપિસોડની આ સિરિઝમાં ઉર્મિલાએ એક એવી યુવતીની ભૂમિકા ભજવી છે જે તેણે ન કરેલાં ગુના માટે ૧૪ વર્ષની કેદ ભોગવી બહાર આવી તેને ફસાવનારને શોધે છે.




