
મુખ્ય નેતાઓનો કાર્યકાળ થાય છે પૂર્ણ ઉત્તર પ્રદેશની ૧૦ અને ઉત્તરાખંડની ૧ રાજ્યસભા બેઠક માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર ૧૬ ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે અને તે જ દિવસે સાંજે પરિણામો પણ જાહેર કરવામાં આવશે
ચૂંટણી પંચ દ્વારા ઉત્તર પ્રદેશની ૧૦ અને ઉત્તરાખંડની ૧ રાજ્યસભા બેઠક માટે ચૂંટણી કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ તમામ ૧૧ બેઠકો માટે ૧૬ ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે અને તે જ દિવસે સાંજે પરિણામો પણ જાહેર કરવામાં આવશે. ઉત્તર પ્રદેશની ૧૦ રાજ્યસભા સીટોના વર્તમાન સભ્યોનો કાર્યકાળ ૨૫ નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે, જેને પગલે આ ચૂંટણી યોજાઈ રહી છે.યુપીની ૧૦ રાજ્યસભા બેઠકોમાંથી હાલ ૮ બેઠકો ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) પાસે છે, જ્યારે ૧-૧ બેઠક સમાજવાદી પાર્ટી (BJP) અને બસપા (SP) પાસે છે. ભાજપના જે રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે તેમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, પૂર્વ ડીજીપી બ્રજલાલ, સીમા દ્વિવેદી, નીરજ શેખર, ગીતા શાક્યા, અરૂણ સિંહ અને બી.એલ. વર્માનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડો. દિનેશ શર્માએ અંદમાન અને નિકોબારના એલજી બન્યા બાદ રાજીનામું આપતાં તે બેઠક પણ ખાલી પડી છે. સમાજવાદી પાર્ટીના મુખ્ય રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવ અને બસપાના રામજી ગૌતમનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે.ઉત્તર પ્રદેશ વિધાનસભાની કુલ ૪૦૩ બેઠકોમાંથી હાલમાં ૬ ધારાસભ્યોના નિધન બાદ ૩૯૭ ધારાસભ્યો મતદાન કરશે. રાજ્યસભાની એક સીટ જીતવા માટે ઉમેદવારને આશરે ૩૭ પ્રથમ પસંદગીના મતોની જરૂર પડશે. બસપાનો યુપી વિધાનસભામાં એક પણ ધારાસભ્ય ન હોવાથી, વર્તમાન સાંસદનો કાર્યકાળ પૂરો થતાં જ રાજ્યસભામાં પણ બસપાનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જશે.સમાજવાદી પાર્ટી પાસે ૧૦૧ ધારાસભ્યોનું બળ હોવાથી તે ૨ રાજ્યસભા બેઠકો સરળતાથી જીતી શકે તેમ છે, અને તેની પાસે વધારાના મતો પણ બચશે. બીજી તરફ ભાજપ પાસે પોતાના ૨૫૬ અને સહયોગી પક્ષોના ૩૩ મળીને કુલ ૨૮૯ ધારાસભ્યોનું સંખ્યાબળ છે. આ ગણિત અનુસાર ભાજપ સરળતાથી ૭ બેઠકો જીતી શકે તેવી મજબૂત સ્થિતિમાં છે.




