
(નીડર નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા)સુરત
સુરતના વેડ દરવાજા વિસ્તારમાં બે માસ ઉપરાંત કરાયેલા નાસીરનગર ભૂતિયા ડિમોલિશન કેસમાં નામદાર ગુજરાત હાઇકોર્ટે ફરી એકવાર સરકાર, કોર્પોરેશન અને પોલીસનો ભારે ઉધડો લીધો છે. કોર્ટે સરકારને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી હતી કે જો કોઈ ઉચ્ચ સરકારી અધિકારી આ બાબતે સ્વેચ્છાએ યોગ્ય અને સાચો જવાબ નહીં આપે તો તેણે તેની ભારે કિંમત ચૂકવવી પડશે.
કોર્ટે અવલોકન કર્યું હતું કે જે જવાબદાર વરિષ્ઠ અધિકારીઓ તેના નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો તેમણે નોકરી પણ ગુમાવવી પડશે. અને આ બાબતમાંથી ઉદ્દભવતા ખર્ચ માટે વ્યક્તિગત નાણાકીય જવાબદારીનો સામનો કરવો પડી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદિત અને ભૂતિયા ડિમોલિશનના વિરોધમાં 26 પીડિતોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. અને અરજદારોએ આ કાયદાકીય લડાઇમાં રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા (SMC), સુરત પોલીસ કમિશનર, S.O.G. ના D.C.P. રાજદીપસિંહ નકુમ તેમજ ટોરેન્ટ પાવર કંપની સહિતના પક્ષકારો સામે પીટીશન દાખલ કરી છે.
આ ડિમોલિશનની ઘટનાથી એટલું ચોક્કસ છે કે મનમાની કરતા IPS હોય કે IAS અધિકારી તમામ ઉચ્ચ અધિકારીઓને કાયદાની કોર્ટમાં ઊભા કરી દેવાય તો નામદાર અદાલત સમક્ષ એમણે ભજવેલી ભૂંડી ભૂમિકા જરૂર ખુલ્લી પડી ગઈ છે. અને બિલ્ડર લોબી કે રાજકીય મોટા મોટા માથાને ઇશારે લેવાતી
આડકતરી સોપારી કોર્ટમાં આખરે કૂટી જતી હોય છે. એ નિર્વિવાદ છે.




