
એઆઈ ટેકનોલોજી કંપનીના વડાઓની યુએનમાં રજૂઆત માનવજાતને બચાવવા એઆઈને કાબૂમાં કરો યોગ્ય રીતે ઉપયોગ ન થાય તો એઆઈ બેહદ જાેખમી : ડારિયો એમોડેઈ ભવિષ્યમાં એઆઈ પર આપણો કાબૂ ન રહે તેવી શક્યતા : સેમ ઓલ્ટમેન
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપનીઓના વડાઓએ એઆઈ ટેકનોલોજી માનવજાત માટે જાેખમી હોવાનું સ્વીકાર્યું હતું. એઆઈ કંપની એન્થ્રોપિક અને ચેટજીપીટીથી એઆઈ ચેટબોટનો ટ્રેન્ડ લાવનારી કંપની ઓપનએઆઈના વડાઓએ માન્યું કે ભવિષ્યમાં એઆઈ કાબૂ બહાર જઈ શકે છે. માનવજાત પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. તેમણે કહ્યું, મહેરબાની કરીને અમે બનાવેલી ટેકનોલોજી પર કંટ્રોલ મૂકાય તેવી પૉલિસી બનાવો.સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદમાં એઆઈ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતે ચર્ચા યોજાઈ હતી. એમાં એઆઈથી માનવજાતને ખરેખર કેટલો અને કેવો ખતરો છે તેની જાણકારી એઆઈ કંપનીના સીઈઓ પાસેથી મેળવવામાં આવી હતી. એઆઈ કંપનીઓના માલિકો, સંચાલકોએ સ્વીકાર્યું હતું કે એઆઈ માનવજાત માટે ભવિષ્યમાં ખતરનાક સાબિત થશે. એન્થ્રોપિકના સીઈઓ ડારિયો એમોડેઈએ કહ્યું: જાે યોગ્ય રીતે ઉપયોગ ન થયો તો એઆઈ માનવજાત માટે પણ જાેખમી સાબિત થઈ શકે છે. ચેટજીપીટીના સર્જક સેમ ઓલ્ટમેને પણ એઆઈના સંભવિત ખતરા સામે ચેતવણી આપી કે ભવિષ્યમાં આપણે એઆઈ ટેકનોલોજી પરથી કાબૂ ગુમાવી શકીએ છીએ. આ બંને દુનિયાની ખૂબ શક્તિશાળી એઆઈ કંપનીઓના સીઈઓ છે. તેમણે યુએન સુરક્ષા પરિષદના સભ્યોને કહ્યું કે બધા દેશોએ, સંયુક્ત રાષ્ટ્ર સાથે મળીને એઆઈ માટે એક સુરક્ષિત વાતાવરણ બનાવવું પડશે. એવી પૉલિસી ઘડવી પડશે કે જેનાથી એઆઈની ટેકનોલોજી કાબૂ બહાર ન જાય.એક્સએઆઈના સ્થાપક અને દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ ઈલોન મસ્કે ૧૫ સભ્યોની સિક્યુરિટી કાઉન્સિલ સામે ઓપિનિયન આપ્યો કે સાથે મળીને એઆઈની ઝડપ ઘટે તેવા પ્રયાસો કરવાની જરૂર છે. જાેકે, આ એઆઈ કંપનીના સંચાલકોએ એવું પણ કહ્યું હતું કે એઆઈ માનવજાતને ઉપયોગ થઈ શકે છે. જાે તેનો નિયંત્રિત ઉપયોગ કરવામાં આવે તો તે ઉપયોગી ટેકનોલોજી છે. બ્રિટનના ફોરેન સેક્રેટરીએ જણાવ્યું હતું કે આ ટેકનો-એક્સપર્ટે જણાવ્યું કે દુનિયા પર આફત આવતી હોય તો તેને રોકવાનું કામ આ ટેકનોલોજી પર છોડી શકાય તેમ નથી. માનવજાતે ખુદ એનો રસ્તો કરવો જાેઈએ. તેને નિયંત્રિત કરીને ઉપયોગ થાય તેવી ગ્લોબલ પૉલિસી બનાવવી જાેઈએ.બીજી તરફ અમેરિકાના યુએન સ્થિત પ્રતિનિધિએ એવું કહ્યું હતું કે એઆઈનો ખતરો હોવાથી એઆઈ ટેકનોલોજીના વિકાસને અટકાવી શકાય નહીં. તેની જે ફાયદાકારક બાબતો છે તે યથાવત રાખીને દુનિયાએ રસ્તો કાઢવો જાેઈએ. અમેરિકા તેના સહયોગીઓ સાથે આના સારા-ખરાબ પાસાઓ શેર કરવાની પૉલિસી જાળવી રાખવા માંગે છે. અમેરિકાના સત્તાવાર નિવેદનમાં ટ્રમ્પના વલણનો પડઘો પડયો હતો. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ, એનવીડિયાના સીઈઓ જેન્સન હુઆંગ વગેરેએ તરફેણ કરતાં કહ્યું હતું કે એઆઈ ટેકનોલોજીને અટકાવવી ન જાેઈએ. તેમણે નવા રેગ્યુલેશનની જરૂર ન હોવાનો મત રજૂ કર્યાે હતો.




