
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતા અને જનસંપર્કથી પ્રભાવિત થઈને સામાજિક અગ્રણીઓ અને વિવિધ સમાજના નેતાઓ સતત પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, જેનાથી જૂનાગઢ જિલ્લામાં ‘આપ’નું સંગઠન ઉત્તરોત્તર વધુ મજબૂત બની રહ્યું છે. આ ક્રમમાં જૂનાગઢ જિલ્લા પ્રજાપતિ સમાજ મહિલા સંગઠનના પ્રમુખ નિર્મળાબેન (નિમુબેન) પ્રવિણભાઈ કુકડિયા તેમજ પ્રજાપતિ સમાજના ટ્રસ્ટી પ્રવિણભાઈ કુકડિયા આમ આદમી પાર્ટીની જનકલ્યાણકારી નીતિઓથી આકર્ષાઈને વિધિવત રીતે ‘આપ’માં જોડાયા છે. આ સામાજિક અગ્રણીઓના પ્રવેશથી સ્થાનિક સ્તરે પાર્ટીને નવું બળ મળ્યું છે. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા લોકસભા ઈનચાર્જ પ્રવિણભાઈ મકવાણા અને જૂનાગઢ જિલ્લા મહિલા સંગઠન પ્રભારી આરતીબેન ઢોલરિયા દ્વારા બંને નવસભ્યોને આવકારીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાર્ટીના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કુકડિયા પરિવાર આપમાં જોડાવાથી સ્થાનિક વિસ્તારમાં કામગીરી વધુ ઝડપી અને વ્યાપક બનશે.




