
ચોક્કસ કેટેગરીના ડ્રોન પર ૧૦૦% ટેક્સ ટ્રમ્પના નવા આદેશથી ચીનને ઝટકો, વિદેશી ડ્રોન પર ૧૦૦% ટેરિફ ઝીંક્યો ર્નિણયની અસર ભારતીય ડ્રોન નિકાસકારો પર પણ પડશે, કારણ કે અમેરિકા ભારતના નાના અને કોમર્શિયલ ડ્રોન પર ૨૫% ટેરિફ લગાવશે
ચીન પરની ર્નિભરતા ઓછી કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવાના હેતુથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશથી આયાત કરવામાં આવતા ડ્રોન અને તેના સ્પેરપાર્ટ્સ પર ૧૦૦% સુધીનો જંગી ટેરિફ (આયાત કર) લાદવાની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, આ નવો ટેરિફ મોટાભાગે ૩ સપ્ટેમ્બરથી અમલી બનશે.ટ્રમ્પ પ્રશાસનના નવા ફરમાન મુજબ, આ ભારે-ભરખમ ૧૦૦% ટેરિફ એવા સંવેદનશીલ ડ્રોન પર લાગુ થશે જેનું વજન ૨૫ કિલોગ્રામથી વધુ છે અથવા જેમાં થર્મલ ઈમેજિંગ જેવી એડવાન્સ સુરક્ષા ટેન્કોલોજી આપેલી છે. જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાના દાયરામાં ન આવતા હોય તેવા નાના કે સામાન્ય ડ્રોન પર ૨૫ % જેટલો ઓછો ટેરિફ લાદવામાં આવશે.આ ર્નિણય ભલે તમામ દેશોમાંથી આવતા ડ્રોન માટે હોય, પરંતુ તેનો મુખ્ય લક્ષ્યાંક ચીન છે. હાલમાં અમેરિકાના કોમર્શિયલ ડ્રોન માર્કેટમાં લગભગ ૮૦% હિસ્સો ચીની ડ્રોનનો છે. રિયલ એસ્ટેટ, એગ્રીકલ્ચર, ફિલ્મ પ્રોડક્શન અને કન્ટેન્ટ ક્રિએશનમાં ચીનની ‘DJI’ કંપનીનો દબદબો છે, જે ગ્લોબલ માર્કેટમાં ૭૦ % થી વધુ હિસ્સો ધરાવે છે. ટ્રમ્પના આ ર્નિણયથી વિદેશી સપ્લાય ચેઈન પરની ર્નિભરતા ઘટશે અને અમેરિકામાં ઘરઆંગણે ડ્રોન ઉત્પાદનને વેગ મળશે.આ ર્નિણયની અસર ભારતીય ડ્રોન નિકાસકારો પર પણ પડશે, કારણ કે અમેરિકા ભારતના નાના અને કોમર્શિયલ ડ્રોન પર ૨૫% ટેરિફ લગાવશે. જાેકે, નિષ્ણાતોના મતે ચીન પરના આ પ્રતિબંધો ભારત માટે મોટી તક સાબિત થઈ શકે છે.




