
ટેરિફ લાગુ કરવા ૮૫ યુએસ સેનેટર્સે સંમતિ આપવા ચીને વર્ષો સુધી અમેરિકાને નીચોવ્યું, હવે ૧૫૭ ટકા ટેરિફ ભરશે: ડોનાલ્ડ ટ્રમ્પઆ ટેરિફ ટકી શકે તેમ ન હોવાનું અમેરિકી પ્રમુખની કબૂલાત આ મહિને ચીનના પ્રમુખ જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થશ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના સામાન પર અતિરિક્ત ૧૦૦ ટકા ટેરિફ લાગુ કરવાની ચીમકી સંદર્ભે કહ્યું હતું કે, જાેકે આ ટેરિફ ટકી શકે તેમ નથી. પરંતુ આ ર્નિણય લેવા માટે ચીને ફરજ પાડી હતી. વધુમાં ટ્રમ્પે જણાવ્યુ હતું કે, ચીને વર્ષાે સુધી અમેરિકાને નિચોવ્યું છે અને હવે ૧૫૭ ટકા ટેરફ ભરવા ચીને તૈયાર રહેવું પડશે. ચીન પર જંગી ટેરિફની અસર અમેરિકાના અર્થતંત્ર પર પડવાની સંભાવના અંગે વાત કરતા ટ્રમ્પે કહ્યુ હતું કે, ટેરિફનું પ્રમાણ કદાચ એટલું મોટું નથી. આ ટેરિફ પણ શક્ય બની શકે છે, પરંતુ આમ કરવા ચીને ફરજ પાડી છે. ચીન લાંબા સમયથી અમેરિકા સાથે અન્યાયી પદ્ધતિઓ અજમાવી રહ્યું હોવાનો દાવો કરતા ટ્રમ્પે કહ્યુ હતું કે, ચીનને હંમેશા પોતાનો લાભ જાેઈતો હોય છે. ચીને વર્ષાે સુધી અમેરિકાને નિચોવ્યું છે. ચીનના ઘણાં યુવાનો અમેરિકામાં આવીને વસ્યા હોવાનું જણાવતા ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ અમેરિકામાંથી નાણાં બહાર લઈ જતા હતા, પરંતુ હવે સ્થિતિ ઊલ્ટી થઈ છે. અમેરિકાએ તેનો મજબૂત રીતે મુકાબલો કર્યાે છે અને ચીન માત્ર શક્તિનો જ આદર કરે છે. આ મહિને ચીનના પ્રમુખ જિનપિંગ સાથે મુલાકાતની પુષ્ટિ કરતા ટ્રમ્પે કહ્યુ હતું કે, શું થશે તેની ખબ નથી. હવે જાેઈએ શું થાય છે? યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ચીન પર ટેરિફ લાગુ કરવાના ર્નિણયને મુલતવી રાખવાના સંકેત આપ્યા બાદ પણ ટ્રમ્પે આ નિવેદન કર્યું છે. જાે કે ટ્રમ્પના દરેક ર્નિણયમાં સાથે રહેવાની ખાતરી આપતા બેસન્ટે જણાવ્યુ હતું કે, ચીન પર ૫૦૦ ટકા ટેરિફ લાગુ કરવાની સત્તા ટ્રમ્પને આપવા ૮૫ યુએસ સેનેટર્સ તૈયાર છે.
