
યુદ્ધમાં મોબાઇલ લોકેશન દ્વારા નિશાન બનાવાતા હતા અમેરિકન સૈનિકોને નિશાન બનાવાતા ટ્રમ્પ સરકારે લીધો મોટો ર્નિણય અમેરિકન મિલિટરીએ પોતાના કોમ્પ્યુટર્સ અને મોબાઈલ ફોન્સમાં એડવર્ટાઈઝિંગ આઈડેન્ટિફાયર્સ ડિસેબલ કરી દીધા
અમેરિકન સીનેટર રોન વાઈડને જાહેર કરેલા પત્રો અને ‘રોયટર્સ’ના અહેવાલ મુજબ, અમેરિકન મિલિટરીએ પોતાના કોમ્પ્યુટર્સ અને મોબાઈલ ફોન્સમાં એડવર્ટાઈઝિંગ આઈડેન્ટિફાયર્સ (જાહેરાત ટ્રેકર્સ) ડિસેબલ કરી દીધા છે. મિડલ-ઈસ્ટમાં તહેનાત અમેરિકાના જવાનોને નિશાન બનાવવા માટે કોમર્શિયલ લોકેશન ડેટાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાના રિપોર્ટ્સ સામે આવ્યા બાદ સૈન્ય દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.અમેરિકન વાયુસેના તરફથી સીનેટર રોન વાઈડનને જાણ કરવામાં આવી હતી કે સુરક્ષાના હેતુથી બે મહિના પૂર્વે જ તમામ મોબાઈલ ફોન્સ અને કોમ્પ્યુટર્સમાંથી એડવર્ટાઈઝિંગ આઈડેન્ટિફાયર્સ ડિસેબલ કરી દેવાયા હતા. આ ઉપરાંત, અમેરિકન સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડે પણ એક સ્વતંત્ર પત્ર દ્વારા માહિતી આપી છે કે તેમણે પણ તાજેતરમાં જ પોતાના વિન્ડોઝ ડિવાઈસમાં આ પ્રકારના ટ્રેકિંગ ફીચર્સ બંધ કરી દીધા છે.લોકેશન ડેટા લીક થવાને કારણે મિડલ-ઈસ્ટમાં તહેનાત સૈનિકો પર તોળાતા જાેખમને ધ્યાનમાં રાખીને સીનેટર રોન વાઈડન અને પ્રતિનિધિ પેટ હેરિગને પેન્ટાગોન (અમેરિકન સંરક્ષણ મંત્રાલય) પાસે વિશેષ તપાસની માંગ કરી છે. તેમણે સૈન્ય અધિકારીઓ અને જવાનો સાથે જાેડાયેલા સુરક્ષા ઉપાયોની ગંભીરતાથી સમીક્ષા કરવાની અપીલ કરી છે, જેથી ભવિષ્યમાં આવા ડેટા લીક દ્વારા સૈન્ય સુરક્ષા સામે ખતરો ઊભો ન થાય.




