
80મા સ્વતંત્રતા દિન નિમિત્તે AAP પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, “તમામ જાતિ, ધર્મ અને પ્રાંતના લોકોએ પોતાનું બલિદાન આપીને દેશને આઝાદ કરાવ્યો છે.”
ગોપાલ રાયે કહ્યું કે આઝાદીના વર્ષો બાદ આપણે જોયું છે કે લાખો લોકો સારી શિક્ષા વ્યવસ્થા અને રોજગારની માંગ સાથે રસ્તા પર ઉતર્યા છે. પરંતુ સારી શિક્ષા અને રોજગારની માંગ કરનાર લોકો પર સરકારે લાઠીચાર્જ કર્યો અને પેલેટ ગનનો ઉપયોગ કર્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે લોકોને આશા હતી કે સંસદમાં શિક્ષા અને રોજગાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે અને તેમની સમસ્યાઓનું સમાધાન લાવવામાં આવશે. પરંતુ સરકાર ચુપ્પી સાધીને બેસી રહી અને અંતે સંસદનું સત્ર પણ સમાપ્ત થઈ ગયું.
ગોપાલ રાયે સવાલ ઉઠાવતા કહ્યું, “શું આવા દિવસો માટે આપણા પૂર્વજોએ બલિદાન આપ્યું હતું?” તેમણે વધુમાં પૂછ્યું કે, “શહીદોના સપનાનું ભારત કઈ રીતે બનશે?” તેમણે દેશવાસીઓને શહીદોના સપનાનું ભારત બનાવવાની દિશામાં વિચારવા અને આગળ વધવા અપીલ કરી.




