
મહેસાણા જિલ્લાના ખેરાલુ માં એટીએમ કાર્ડ બદલીને ગઠીયો રૂ.૪૦ હજાર ઉપાડી થયો
છુમંતર
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે. દિન પ્રતિદિન હત્યા,
લુંટ, માદક પદાર્થાે પકડાવવા, છેતરપીંડી , સાયબર ફ્રોડ, દુષ્કર્મ અને હીટ એન્ડ રનના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે આવો જ એક બનાવ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મહેકુબપુરા ગામમાં બન્યો છે.
મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મહેકુબપુરા ગામમાં એક વ્યકિત સાથે એચડીએફસી બેંકના એટીએમમાં છેતરપીંડીનો કિસ્સો બહાર આવ્યો છે. પીરખાન બલોચ નામના વ્યકિત
લાઈટબીલ ભરવા માટે એચડીએફસી બેંકના એટીએમ પર ગયા હતા. પૈસા ન નિકળતા તેમણે બાજુમાં ઉભેલા એક અજાણ્યા યુવકની મદદ માંગી હતી, યુવકે તેમનો સાચો પીનકોડ જાણી લીધો અને ચાલાકી પૂર્વક એટીએમ કાર્ડ બદલી
નાખ્યુ , તેણે પીરખાનને ખાતામાં પૈસા ન હોવાનુ કહીને પાછા મોકલ્યા, થોડા સમય બાદ પીરખાનના પુત્રના મોબાઈલ પર રૂપીયા ૪૦ હજાર ઉપાડવામાં આવ્યાનો મેસેજ આવ્યો, જેનાથી તેમને છેતરપીંડી
થઈ હોવાનો માલુમ પડયુ હતું. યુવકને જાણ થતાની સાથે જ તેણે પોલીસને જાણ કરતા સદનસીબે સમયસર બેંક ખાતુ બંધ કરાવી
દેવાથી વધુ નુકશાન અટકયુ હતું. આ બનાવને લઈ પીરખાન બલોચે ખેરાલુ પોલી મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે એટીએમના
સીસીટીવી કુટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.




