
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
ગુજરાત સરકારના નાણાં વિભાગના તા.૨૪/૦૯/૨૦૨૨ ના ઠરાવ ક્રમાંક નં. નપન/૧૦૨૦૨૧/૬૯૧૪/પી (પેન્શન સેલ) તા.૨૧/૧૦/૨૦૨૨ ના ઠરાવ ક્રમાંક નપન/૧૦૨૦૨૧/૬૯૧૪/પી (પેન્શન સેલ) તથા ૩/૧૧/૨૦૨૩ ના ઠરાવ ક્રમાંક નપન/૧૦૨૦૨૧/૬૯૧૪/પી (પેન્શન સેલ) ની જોગવાઈઓ મુજબ રાજય સરકારના કર્મચારીઓ ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામે કે ફરજ દરમ્યાન અશક્તાના કારણે ફરજ બજાવવા માટે અશકત બને તેવા કિસ્સામાં રાજય સરકાર ધ્વારા નવી વર્ધિત પેન્શન યોજના તા.૨૧/૧૦/૨૦૨૨ અને ૩/૧૧/૨૦૨૩ ના ઠરાવથી અમલમાં મુકેલ છે. સુરત મહાનગરપાલિકામાં ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલા કેટલાક કર્મચારીઓના વારસદારોને જૂની પેન્શન યોજના નો લાભ મળવા પાત્ર ના હોય ભારત સરકાર અને રાજય સરકારની નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત અશકતા અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં ગુજરાત મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસ ધ્વારા અવસાન પામેલા કર્મચારીઓના વારસદારોને આ યોજના હેઠળ લાભ આપવાની માંગણી ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસ ધ્વારા કરવામાં આવેલી. પરંતુ સુરત મ.ન.પા ના ઉચ્ચ અધિકારીઓ જેઓ નાના કર્મચારીઓ પ્રત્યે સુગ અને ભેદભાવ ભર્યું વલણ ધરાવતા હોઇ તેઓએ ભારત સરકાર અને રાજ્ય સરકારના ઠરાવોની અવગણના કરી કર્મચારીઓના હિતની કાયદેસરની માંગણી ટલ્લે ચડાવેલ હતી. એટલા સુધી કે રાજ્ય સરકાર, ભારત સરકારના ઠરાવના અમલ માટે સ્થાયી સમિતિ અને સામાન્ય સભાના સભ્યોને પણ અંધારામાં રાખ્યા હતા અને હાલ તા.૩૧/૦૮/૨૦૨૬ ના રોજ ઠરાવ નં.૩૪૪/૨૦૨૬ થી કામ મંજૂર કરવામાં આવેલ છે આ દર્શાવે છે કે સુરત મ.ન.પા ના અધિકારીઓએ કર્મચારીઓના હિતના કામને ત્રણ વર્ષ સુધી ટલ્લે ચઢાવેલ હતું. સુરત મ.ન.પા માં ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલા કે શારીરિક રીતે અશક્ત થયેલા કર્મચારીઓ સરકારશ્રીની નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત અશકતતા અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં પેન્શન મેળવવા હક્કદાર હોઈ ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસનો સંપર્ક કરવા પ્રમુખ ભાઇલાલ બી. વૈષ્ણવે જણાવેલ છે.




