
વિષય :- ગુમ થયેલ બાળકીની માહીતીની બહોળી પ્રસિદ્ધિ કરાવવા બાબત.
સવિનય સાથે પી.પી.જાડેજા પોલીસ સબ ઈન્સ્પેક્ટર નોકરી-ખટોદરા પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓનો લખવા વિનંતી રીપોર્ટ કે,
ખટોદરા પોલીસ સ્ટેશન સુરત શહેર ગુના રજીસ્ટર નંબર-PART-A-૧૨૧૧૦૦૦૩૨૫૫૧૩૫/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૩૭(૨) મુજબના કામે ફરીયાદી-સુરેશ રાધેરામ કટારા ઉ.વ.૩૧ ધંધો-છૂટક મજુરીકામ રહેવાની-નવી સિવિલ હોસ્પિટલ ન્યુ મેડિકલ કોલેજ બિલ્ડીંગની પાછળ પ્રોફેસર ક્વાર્ટરની બાજુમાં આવેલ ઓરડીમાં ખટોદરા સુરત શહેર મુળ વતન-મકાન નં.૭૯ કુવાજાર ગામ થાના-બિલપાંક તા-જી-રતલામ (મધ્યપ્રદેશ) મો.નં.૭૩૮૩૯ ૬૮૨૫૮ નાઓની સગીર વયની દિકરી પાયલ તે સુરેશ રાધેરામ કટારા ની દિકરી ઉ.વ.૧૬ વર્ષ અને ૦૩ માસ (જન્મ તા-૦૩/૦૬/૨૦૦૯) નાને ગત તા-૦૮/૦૭/૨૦૨૪ ના કલાક.૧૪/૦૦ વાગ્યા પછી હર કોઈ વખતે આ અજાણ્યો ઈસમ જેનું નામ સરનામું-મમળ નથી તે કોઈ કારણોસર ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ હોય જે અંગે અત્રેના પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત નંબરથી ફરીયાદ આપેલ હોય જે બાદ આજદિન સુધી તપાસ કરતા આ અપહરણ થનાર સગીર વયની બાળકીની કોઈ માહિતી મળી આવેલ ન હોય જેથી સદર બાળકીના ફોટો તથા માહિતીની બહોળી પ્રસિદ્ધિ કરાવવા વિનંતી રીપોર્ટ છે.
ગુમ/અપહરણ થનારનું વર્ણન:-
(૧) પાયલ તે સુરેશ રાધેરામ કટારા ની દિકરી ઉ.વ.૧૬ વર્ષ અને ૦૩ માસ (જન્મ તા-૦૩/૦૬/૨૦૦૯) જે શરીરે મધ્યમ બાંધાની રંગે ઘઉંવર્ણ જેને આછા ગુલાબી કલરનું ટોપ તથા કાળા કલરનું લેગીસ પહેરેલ છે જેને ધોરણ-૭ સુધી અભ્યાસ કરેલ છે તેમજ હિન્દી ભાષા વાંચી બોલી સમજી જાણે છે. જે મળી આવેાથી અત્રેના ખટોદરા પોલીસ સ્ટેશનના ફોન નં. (૦૨૬૧)-૨૮૩૩૦૦૦ તથા ત.ક.અ.શ્રી. મો.નં.૯૨૩૮૮૮૭૪૨૬ ઉપર જાણ કરવા સારું વિનંતી છે.
તારીખ- ૦૭/૨૦૨૫
(પી.પી.જાડેજા)
પોલીસ સબ ઈન્સ્પેક્ટર
ખટોદરા પોલીસ સ્ટેશન
સુરત શહેર




