
સાજિદ નડિયાદવાલા અને બાલ્કી સાથે ચર્ચા આમિર ખાનની મહત્વાકાંક્ષી સુપરહીરો પ્રોજેક્ટની તૈયારી આમિર રેસ ૪ માટે પણ વાટાઘાટ ચલાવી રહ્યો છે, જાે કે હાલ તો બંને પ્રોજેક્ટ વિશે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ આમિર ખાન મહત્વાકાંક્ષી સુપરહીરો ફિલ્મ વિશે પ્રોડયુસર સાજિદ નડિયાદવાલા સાથે પ્રાથમિક ચર્ચા કરી રહ્યો છે જેનું દિગ્દર્શન આર. બાલ્કી કરશે. પ્રોજેક્ટ હજી પ્રાથમિક તબક્કામાં છે અને આમિર ખાન તેમાં રસ દાખવી રહ્યો છે, જાે કે હજી તેણે કોઈ સત્તાવાર પ્રતિબદ્ધતા નથી આપી. સર્જકો આગળ વધવા અગાઉ પટકથા, પાત્રાલેખન અને પ્રોડક્શન ડિઝાઈનમાં સુધારા-વધારા કરે તેવી અપેક્ષા છે. આ પ્રસ્તાવિત ફિલ્મ અગાઉ આમિરની તામિલ ફિલ્મસર્જક લોકેશ કાનાગરાજ સાથે સુપરહીરો સહયોગ વિશે વાટાઘાટ થઈ હતી, જે આખરે પટકથા સંબંધિત મુદ્દાઓને કારણે છોડી દેવામાં આવી. જાે નવો પ્રોજેક્ટ સાકાર થાય તો તે આમિરની નડિયાદવાળા તેમજ બાલ્કી બંને સાથે પ્રથમ ફિલ્મ હશે. બિનપરંપરાગત, વિશિષ્ટ વાર્તા કહેવા માટે પ્રસિદ્ધ બાલ્કી ભારતીય શૈલીને અનુરૂપ સુપરહીરો ફિલ્મની યોજના બનાવી રહ્યા છે.આમિર રેસ ૪ માટે પણ વાટાઘાટ ચલાવી રહ્યો છે, જાે કે હાલ તો બંને પ્રોજેક્ટ વિશે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. તેણે માત્ર આગામી ફિલ્મ આશુતોષ ગોવારીકરની ‘લલકારા’ હોવાની પુષ્ટી કરી છે, જે ૧૯૫૨ની ઐતિહાસીક ભારત-પાકિસ્તાન ટેસ્ટ સીરીઝ પર આધારીત છે અને તેનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ થવાની સંભાવના છે. ત્યાર પછી આમિર રાજકુમાર હિરાનીની ‘૩ ઈડિયટ્સ’ની સીક્વલમાં કામ કરે તેવી સંભાવના છે, જે હાલ હજી શરૂઆતના તબક્કામાં છે.




