
ફાયરિંગની ઘટના સામે આવી અમદાવાદમાં કૌટુંબિક મકાનના વિવાદમાં ફાયરિંગ પોલીસે હાલ બે આરોપી અટક કરી લીધી છે આ સાથે ફાયરિંગમાં વપરાયેલું હથિયાર પણ કબ્જે કરવામાં આવ્યું છે અમદાવાદ શહેરના અર્બુદાનગર વિસ્તારમાં તક્ષશીલા સ્કૂલ નજીક કૌટુંબિક મકાનના વિવાદને લઈને ફાયરિંગની ઘટના સામે આવી છે. ત્રણ ભાઈઓ મકાનના વિવાદનું સમાધાન કરવા માટે એકત્ર થયા હતા. આ દરમિયાન એક ભાઈએ બે રાઉન્ડ ફાયરિંગ કરતાં અન્ય એક ભાઈને જાંઘના ભાગે ગોળી વાગી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઓઠવ અને રામોલ બંન્ને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે હાલ બે આરોપી અટક કરી લીધી છે. આ સાથે ફાયરિંગમાં વપરાયેલું હથિયાર પણ કબ્જે કરવામાં આવ્યું છે.પ્રાથમિક વિગતો મુજબ, ત્રણેય ભાઈઓ વચ્ચે કૌટુંબિક મકાનના વિવાદને લઈને સમાધાન માટે વાતચીત ચાલી રહી હતી. દરમિયાન પ્રમોદ રામ પ્રસાદ શિવ દયાલ પ્રજાપતિ નામના ભાઈએ કથિત રીતે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં સમાધાન માટે આવેલા રાજેશભાઈ હરિશંકરભાઈ પ્રજાપતિને જાંઘના ભાગે ગોળી વાગી હતી. ગોળી વાગતાં રાજેશભાઈને ઈજા થઈ હતી. આસપાસના લોકોએ બનાવની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત અંગે વધુ વિગતો પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.
ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. બીજી તરફ, ફાયરિંગ કરનાર પ્રમોદ પ્રજાપતિને ઓઢવ પોલીસે રાઉન્ડઅપ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેને હથિયાર સાથે ઝડપી વધુ પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે પ્રમોદ પ્રજાપતિ BSF માં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. જાેકે, ફાયરિંગ માટે કયા હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે હથિયાર કાયદેસર છે કે નહીં અને ફાયરિંગ પાછળનો ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
હાલ પોલીસે સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ત્રણેય ભાઈઓ વચ્ચે ચાલી રહેલા મકાનના વિવાદમાં સમાધાનની વાતચીત દરમિયાન જ ફાયરિંગ સુધી મામલો કેવી રીતે પહોંચ્યો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.




