
કુનાલ ખેમુએ કહ્યું, ‘મારા મનમાં ઘણી યોજનાઓ ચાલી રહી છે’ ‘વાઇબ’, ‘મડગાંવ એક્સપ્રેસ’ અને ‘ગો ગોવા ગોન’ એક જ યુનિવર્સનો ભાગ? ‘વાઇબ’માં પ્રીતિ ઝિન્ટા, વંશિકા ધીર, દિનેશ લાલ યાદવ અને યશપાલ શર્મા પણ છે. ફિલ્મ ૧૮ સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે કુનાલ ખેમુની આગામી ફિલ્મ ‘વાઇબ’ના ટ્રેલરે કોમેડી ઉપરાંત તેનાં છુપાયેલા કનેક્શનને કારણે પણ ચર્ચા જગાવી છે. ટ્રેલરમાં સ્પર્શ શ્રીવાસ્તવનું પાત્ર કુનાલના પાત્રને ‘હાર્દિક’ કહીને સંબોધે છે અને તેનાં ભૂતકાળના ડ્રગ ઓવરડોઝ તથા ગોવાને પોન્ડિચેરી અને મુંબઈને બેંગલુરુ સમજવાની વાત કરે છે. આ સંદર્ભાે કુનાલની અગાઉની ફિલ્મો ‘ગો ગોવા ગોન’ અને ‘મડગાંવ એક્સપ્રેસ’ સાથે જાેડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે.‘ગો ગોવા ગોન’માં કુનાલે હાર્દિક નામનાં સ્ટોનરનું પાત્ર ભજવ્યું હતું. બીજી તરફ, ‘મડગાંવ એક્સપ્રેસ’માં તેણે કેમિયો કર્યાે હતો, જેમાં ડ્રગ્સના નશામાં તેનું પાત્ર ગોવાને પોન્ડિચેરી અને મુંબઈને બેંગલુરુ સમજી બેસે છે.શું આ માત્ર રમુજી કનેક્શન છે કે કુનાલ ત્રણેય ફિલ્મોને એક જ સિનેમેટિક યુનિવર્સમાં જાેડવાની યોજના બનાવી રહ્યો છે? આ સવાલના જવાબમાં કુનાલે સંકેત આપ્યો કે તેના મનમાં કેટલીક યોજનાઓ ચોક્કસ ચાલી રહી છે. જાેકે, તે હાલમાં તેને જાહેર કરવા માગતો નથી. તેણે કહ્યું કે જાે ભવિષ્યમાં તેને યોગ્ય દિશા દેખાશે તો તે આ વિચારોને આગળ વધારી શકે છે.કોમેડીને લઈને કુનાલનું માનવું છે કે એક્ટિંગ અને ડિરેક્શન બંને એટલાં જ મુશ્કેલ છે. તેના મતે કોમેડી માટે ઇન્સ્ટિંક્ટ અને પોતાના ર્નિણય પર વિશ્વાસ જરૂરી છે. ‘મડગાંવ એક્સપ્રેસ’ના સેટ પર પણ સૌથી રમૂજી દૃશ્યોના શૂટિંગ દરમિયાન કલાકારો ગંભીર રહેતા હતા.‘વાઇબ’માં પ્રીતિ ઝિન્ટા, વંશિકા ધીર, દિનેશ લાલ યાદવ અને યશપાલ શર્મા પણ છે. ફિલ્મ ૧૮ સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે.




