
સાઈ પલ્લવીના પિતાનો રોલ મળ્યો! રૂ.૪૦૦૦ કરોડની ‘રામાયણ’માં રાજીવ કુમાર બનશે રાજા જનક રામાયણ પહેલાં પણ રાજીવ ‘ધ કેરલા સ્ટોરી ૨’, ‘ગવર્નર’, ‘લક્ષ્ય’ અને ‘સંજુ’ જેવી ઘણી ફિલ્મમાં જાેવા મળ્યાં હતા નિર્માતા નમિત મલ્હોત્રાની ૪૦૦૦ કરોડના મોટા બજેટમાં બનનારી ફિલ્મ રામાયણ છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે. ખાસ કરીને રામાયણ પાર્ટ-૧ ની કાસ્ટને લઈને અવારનવાર કોઈને કોઈ નવા સમાચાર સામે આવતા રહે છે.હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, રામાયણમાં રાજા જનકનો રોલ નિભાવનારા અભિનેતાની જાણકારી સામે આવી ગઈ છે, જે ટીવી ઇન્ડસ્ટ્રીનો એક મોટો એક્ટર છે. તે કલાકાર મોટા પડદા પર માતા સીતા (એક્ટ્રેસ સાઈ પલ્લવી)ના પિતાની ભૂમિકામાં નજર આવશે. માઈથોલોજિકલ રામાયણને લઈને ફેન્સમાં ભારે ક્રેઝ જાેવા મળી રહ્યો છે. ખાસ કરીને તેની કાસ્ટને લઈને અવારનવાર ચર્ચાઓ તેજ રહે છે. રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ જેવા દિગ્ગજ કલાકારોથી સજેલી રામાયણના વધુ એક એક્ટરનો હવે ખુલાસો થઈ ગયો છે. એક રિપોર્ટ પ્રમાણે નાના પડદાના મશહૂર કલાકાર રાજીવ કુમાર તમને નિર્માતા નિતેશ તિવારીની રામાયણમાં રાજા જનકનો રોલ નિભાવતો જાેવા મળશે, જેઓ માતા સીતાના પિતા હતા.‘મિલકે ભી હમ ના મિલે’ અને ‘કભી કભી ઈત્તેફાક સે’ જેવી અનેક ટીવી સીરિયલ્સમાં પોતાની એક્ટિંગનો દમ દેખાડનારા રાજીવ કુમારના હાથે રામાયણના રૂપમાં એક મોટો પ્રોજેક્ટ હાથ લાગ્યો છે. જાેકે, મેકર્સ તરફથી હજુ આની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.રામાયણ પહેલાં પણ રાજીવ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં નજર આવી ચૂક્યો છે, જેમાં ‘ધ કેરલા સ્ટોરી ૨’, ‘ગવર્નર’, ‘લક્ષ્ય’ અને ‘સંજુ’ જેવી ઘણી ફિલ્મ સામેલ છે. એટલું જ નહીં ઈમરાન હાશ્મી સ્ટારર વેબ સિરીઝ ‘તસ્કરી’માં પણ રાજીવ કુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી.રણબીર કપૂર સ્ટારર રામાયણની રિલીઝની ફેન્સ ખૂબ જ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ બિગ બજેટ ફિલ્મનો પહેલો ભાગ આ જ વર્ષે ૮ નવેમ્બરે દિવાળી પર દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે, જ્યારે રામાયણનો બીજાે પાર્ટ આવતા વર્ષે દિવાળી પર આવશે.




