
વૃંદાવનમાં બાંકે બિહારીના કર્યા દર્શન.પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા પહોંચી પૂનમ પાંડે.પ્રેમાનંદ મહારાજનો સત્સંગ અને બાંકે બિહારીના દર્શન બાદ તેના મોઢા પર શાંતિ દેખાતી હતી.મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડેનું નામ વિવાદમાં ઉછળતું રહે છે. તે ક્યારેક પોતાના મોતની અફવા ઉડાવી દે છે તો ક્યારેક કોઈ ક્રિકેટર પર નિવેદન આપી વિવાદ વકરાવે છે. પરંતુ આ વખતે તેનું અલગ રૂપ જાેવા મળ્યું, હોળી પહેલા પૂનમ પાંડે વૃંદાવનમાં કૃષ્ણ ભક્તિમાં લીન દેખાઈ. તેને પ્રેમાનંદ મહારાજના સત્સંગનો લાભ લઈ આશીર્વાદ લીધા. પૂનમ પાંડે ચાહકોને સરપ્રાઈઝ આપવાનો કોઈ મોકો છોડતી નથી. આ વખતે તે પોતાની ધાર્મિક યાત્રા માટે વૃંદાવન પહોંચી ગઈ. સોશિયલ મીડિયામાં તેની ઘણી તસવીરો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે.
એક ફોટોમાં તે પ્રેમાનંદ મહારાજનો સત્સંગ સાંભળતી દેખાઈ આવે છે. તે દરમિયાન તેના હાવભાવ ભાવુક હતા અને રડી પડી હતી. પૂનમ પાંડે પ્રેમાનંદ મહારાજને મળી તેમના આશીર્વાદ લીધા હતા. જે બાદ તેને બાંકે બિહારીના દર્શન કર્યા હતા. ત્યાં પણ મંદિરની અંદર પ્રવેશ કરતાં જ તે ભાવુક થઈ ગઈ અને બાંકે બિહારીના દરબારમાં હાથ જાેડીને માનતા માંગતી દેખાઈ. આ વીડિયો અને ફોટો વાઈરલ થતાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે પૂનમ પાંડે ઘણા સમયથી દર્દમાં હતી. જે વૃંદાવન પહોંચતા જ ખતમ થઈ ગયું.પ્રેમાનંદ મહારાજનો સત્સંગ અને બાંકે બિહારીના દર્શન બાદ તેના મોઢા પર શાંતિ દેખાતી હતી. તેને વૃંદાવનમાં ઈ રિક્શા પકડી ત્યાંની સંસ્કૃતિને નજીકથી માણી, પૂનમ પાંડેની આ વૃંદાવન યાત્રા જાેઈ ઘણા ચાહકો અને લોકો હેરાન છે. એક ચાહકે લખ્યું કે સલવાર-સૂટ અને મેકઅપ વગર કેટલી સુંદર લાગી રહી છે. બીજાએ લખ્યું કે ‘સો ચૂહે ખાકર બિલ્લી હજ પે ચલી’, તો કોઈએ કહ્યું કે ભક્તિ વસ્તુ જ એવી છે કે ભલભલાને બદલી નાખે. હવે જાેઈ રહ્યું કે વૃંદાવનથી પરત ફર્યા બાદ પૂનમ પાંડેની જિંદગીમાં કેટલો બદલાવ આવે છે.




