
કલાકારો અંગે હજુ જાહેરાત નહીં સંજય લીલા ભણશાળી રંજન ચંદેલ સાથે ઐતિહાસિક ફિલ્મ બનાવશે ચંદેલે ૨૦૧૮માં ‘જાન જિગર’ નામની એવોર્ડ વિજેતા શોર્ટ ફિલ્મ સાથે ર્નિદેશન કરવાનું શરૂ કર્યું હતું
નિર્માતા-ર્નિદેશક સંજય લીલા ભણશાળી હાલ ‘લવ એન્ડ વોર’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે પણ નિર્માતા તરીકે તેમનું કામ જરાય ધીમું પડયુ નથી. સંજય લીલા ભણશાળીએ તેમની આગામી ઐતિહાસિક ફિલ્મનું ર્નિદેશન કરવા માટે ‘ગ્રહણ’ ફેમ રંજન ચંદેલની પસંદગી કરી છે. ‘લવ એન્ડ વોર’ બાદ મધુબાલાની બાયોપિક અને તે પછી ધનુષ સાથે પૌરાણિક ફિલ્મ કર્યા બાદ તેઓ એક ઐતિહાસિક ફિલ્મનું નિર્માણ પણ કરી રહ્યા છે.એક વર્ષથી રંજન ચંદેલ સંજય લીલા ભણશાળી સાથે મળી આ ઐતિહાસિક ફિલ્મની પટકથા લખી રહ્યા છે.
રંજન ચંદેલની ક્રાઇમ ડ્રામા સીરિઝ ‘ગ્રહણ’થી ગંભીર ર્નિદેશક તરીકે નોંધ લેવાવા માંડી છે. સત્યા વ્યાસની નવલકથા ચૌરાશી પરથી આ ક્રાઇમ સિરિઝ બની હતી.ચંદેલે ૨૦૧૮માં ‘જાન જિગર’ નામની એવોર્ડ વિજેતા શોર્ટ ફિલ્મ સાથે ર્નિદેશન કરવાનું શરૂ કર્યું હતું. તે અનુરાગ કશ્યપના સહાયક રહી ચૂક્યા છે.સંજય લીલા ભણશાળી હાલ ગોરેગાંવમાં તેમની ફિલ્મ ‘લવ એન્ડ વોર’નું શૂટિંગ કરી રહ્યા છે. જે પુરૂ થતાં જ આ જ લોકેશન પર તેઓ ઓક્ટોબરથી મધુબાલા ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવાના હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત જેમાં ધનુષ હીરો છે તેવી એક પૌરાણિક ફિલ્મનું શૂટિંગ પણ તેઓ ફેબુ્રઆરી ૨૦૨૭થી શરૂ કરવાના છે.




