
સૌરભ સચદેવાએ ફોર્મ્યુલા આધારિત ફિલ્મો અંગે વિચારો વ્યક્ત કર્યા ‘જાે આપણે જાેખમ લેવાનાં બંધ કરી દઈશું, તો ખરાબ ફિલ્મો બનાવીશું’ : સૌરભ સચદેવા સચદેવાના મતે અનિશ્ચિતતાને કારણે ફિલ્મ નિર્માતાઓએ અજમાવેલી અને સફળ ફોર્મ્યુલા તરફ પાછા ફરવાને બદલે પ્રયોગો કરવા જાેઈએ
જ્યારે ફિલ્મ નિર્માતાઓ માટે દર્શકોને શું ગમશે તે નક્કી કરવું વધુને વધુ અનિશ્ચિત બની રહ્યું છે, ત્યારે અભિનેતા સૌરભ સચદેવા માને છે કે આ અનિશ્ચિતતા કદાચ ફિલ્મ માટે સૌથી મોટો સર્જનાત્મક ફાયદો બની શકે છે. ‘એનિમલ’ અને ‘જાને જાન’ (૨૦૨૩) જેવી ફિલ્મોમાં પોતાના અભિનય માટે જાણીતા અને તાજેતરમાં ‘સતલુજ’ તથા ‘ઇશ્કનામા’માં જાેવા મળેલા અભિનેતાએ કહ્યું, “આપણે ખબર નથી હોતી કે કયા પ્રોજેક્ટમાંથી આપણને કેવા પ્રકારની સફળતા મળશે. કઈ ફિલ્મ ચાલશે અને કઈ નહીં, તે પણ આપણે જાણતા નથી.”તેણે વધુમાં કહ્યું, “હું હંમેશાં માનું છું કે આ જ સૌથી સારી સ્થિતિ છે, કારણ કે અનિશ્ચિતતા સર્જનાત્મકતાની જનની છે. આપણી પાસે જેટલી વધુ અનિશ્ચિતતા હશે, તેટલા જ આપણે વધુ ઉત્સુક રહીશું અને યોગ્ય પ્રોજેક્ટ બનાવવા માટે વધુ સજાગ રહીશું.”સચદેવાના મતે અનિશ્ચિતતાને કારણે ફિલ્મ નિર્માતાઓએ અજમાવેલી અને સફળ ફોર્મ્યુલા તરફ પાછા ફરવાને બદલે પ્રયોગો કરવા જાેઈએ. તેણે કહ્યું, “જીવનમાં જાે કોઈ અનિશ્ચિતતા ન હોય, તો આપણને ખબર નથી પડતી કે શું કામ કરશે. આપણે અનિશ્ચિત હોઈએ છીએ ત્યારે તે વધુ સારી રીતે કામ કરે છે. મને લાગે છે કે તે વધુ સારું કામ સર્જવામાં મદદ કરે છે. જાે આપણે જાેખમ લેવાનું બંધ કરી દઈશું, તો કંટાળી જઈશું અને ખરાબ ફિલ્મો બનાવવા લાગીશું, જે થઈ પણ રહ્યું હતું.”તેણે વધુમાં કહ્યું, “આપણે જાણતા નથી કે શું કામ કરશે, તેથી કંઈક નવું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપણે જે ફોર્મ્યુલા અજમાવી રહ્યા છીએ તે કામ કરી રહી નથી, તો કંઈક નવું કરવું વધુ સારું છે. મને લાગે છે કે આ જ યોગ્ય રસ્તો છે.”જાેકે, સૌરભ એ વાત પણ સ્વીકારે છે કે સર્જનાત્મકતાને વ્યાવસાયિક પાસાથી અલગ કરી શકાય નહીં. તેણે કહ્યું, “બિઝનેસ અને ક્રિએટિવિટી સાથે મળીને ચાલવા જાેઈએ.” તેણે સમજાવ્યું કે નિર્માતા જે રોકાણ કરે છે તે આખરે ફિલ્મને દર્શકો સુધી પહોંચાડવા માટે જરૂરી તેના કદ અને સંસાધનો નક્કી કરે છે. સૌરભે ફિલ્મોને માત્ર બોક્સ ઓફિસના આંકડાઓના આધારે માપવા સામે ચેતવણી પણ આપી. તેણે કહ્યું, “આંકડાઓથી ફિલ્મને જજ ન કરી શકાય. ફિલ્મને તેની પોતાની રીતે જજ કરી શકાય, કારણ કે આંકડાઓ ફિલ્મને ખાઈ રહ્યા છે. આપણે માત્ર તેની પાછળ દોડી રહ્યા છીએ. એટલે આપણે કંઈપણ વેચી રહ્યા છીએ—ચાલો આંકડાઓની પાછળ દોડીએ અને કોઈપણ રીતે લોકોને ખોટું કહીએ.”




