
અમદાવાદ, ૧૮ ઓક્ટોબર ૨૦૨૬:
ચાંદખેડા, અમદાવાદ સ્થિત ‘શિવ અનંતા સોસાયટી’ દ્વારા ગત તારીખ ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ એક રંગારંગ અને પ્રેરણાદાયી ‘ફેન્સી ડ્રેસ પ્રોગ્રામ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો અને યુવાનોમાં આપણા વારસા, સંસ્કૃતિ અને આધુનિક ક્ષેત્રોના રોલ મોડેલ્સ પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહ લાવવાનો હતો. આ વર્ષની વિશેષ થીમ: “આપણા અને મહાકાવ્યોના હીરો” રાખવામાં આવી હતી.
આ પ્રોગ્રામમાં ઉત્સાહી સહભાગીઓએ વિવિધ મહાકાવ્યો અને વાસ્તવિક જીવનના હીરો જેવા કે શિવાજી મહારાજ, શ્રીકૃષ્ણ, માતા સીતા, વિવિધ દેવી તેમજ આધુનિક યુગના મહાનુભાવો અને અનેક પ્રેરણાદાયી પાત્રોની વેશભૂષા ધારણ કરી હતી. બાળકોની સચોટ અભિનય કળા અને સુંદર પોશાકોએ ઉપસ્થિત તમામ સોસાયટીવાસીઓ અને મહેમાનોનાં દિલ જીતી લીધાં હતાં.
શિવ અનંતા સોસાયટી દ્વારા આ પ્રકારના સામાજિક અને સાંસ્કૃતિક આયોજનોથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે અને આપણી સંસ્કૃતિ તથા મૂલ્યોની સમજણ કેળવાય છે. કાર્યક્રમના અંતે તમામ સહભાગીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આયોજકો દ્વારા આ સફળ કાર્યક્રમને અદ્ભુત બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.





