
શાહરુખની ‘ચક દે! ઇન્ડિયા’ અને.‘ઓપરેશન સફેદ સાગર’માં કામ કરવાની તક ગુમાવવાનો નેહાને અફસોસયશરાજ ફિલ્મ્સની ‘ચક દે! ઇન્ડિયા’માં શાહરુખ ખાને ભારતીય મહિલા હોકી ટીમના કોચ કબીર ખાનની ભૂમિકા ભજવી હતી.અભિનેત્રી નેહા ધુપિયાએ કબુલ્યું છે કે તેણે પોતાની કારકિર્દી દરમિયાન બે મહત્ત્વના પ્રોજેક્ટ્સમાં કામ કરવાની તક ગુમાવી હતી, જેનો અફસોસ આજે પણ છે. વર્ષ ૨૦૦૭માં આવેલી શાહરુખ ખાનની ફિલ્મ ‘ચક દે! ઇન્ડિયા’ અને ૨૦૨૬ની વેબ સિરીઝ ‘ઓપરેશન સફેદ સાગર’માં કામ કરવાની ઓફર તેણે નકારી હતી.નેહાએ પોતાના ચેટ શો ‘ડબલ ડેટ’ના એક સેશન દરમિયાન આ વાત જણાવી હતી. તેણે કહ્યું કે તેને હંમેશાં સારી સ્પોર્ટ્સ ફિલ્મ અને મિલિટરી આધારિત ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા હતી, પરંતુ તેણે આ બંને તક ગુમાવી દીધી. પાછળ વળીને જાેતી વખતે કેટલીક પસંદગીઓનો અફસોસ થાય છે, એમ તેણે સ્વીકાર્યું.યશરાજ ફિલ્મ્સની ‘ચક દે! ઇન્ડિયા’માં શાહરુખ ખાને ભારતીય મહિલા હોકી ટીમના કોચ કબીર ખાનની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં વિદ્યા માલવડે, શિલ્પા શુક્લા, સાગરિકા ઘાટગે અને ચિત્રાશી રાવત સહિતનાં કલાકારો જાેવા મળ્યાં હતાં.બીજી તરફ, નેટફ્લિક્સની ૨૦૨૬ની છ એપિસોડની સિરીઝ ‘ઓપરેશન સફેદ સાગર: ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ ધ કારગિલ વૉર’ ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં ભારતીય વાયુસેનાની ભૂમિકા પર આધારિત છે. તેમાં સિદ્ધાર્થ, જિમી શેરગિલ, અભય વર્મા, દિયા મિર્ઝા અને આદિલ હુસૈન સહિતના કલાકારો છે.નેહાએ ૨૦૦૩માં ‘કયામત: સિટી અન્ડર થ્રેટ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યાે હતો. ત્યારબાદ તે ‘જુલી’, ‘ક્યા કૂલ હૈ હમ’, ‘સિંઘ ઇઝ કિંગ’ અને ‘તુમ્હારી સુલુ’ જેવી ફિલ્મોમાં જાેવા મળી હતી. અભિનય ઉપરાંત તેણે ટેલિવિઝન અને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ કામ કર્યું છે.




