
૮૦ વર્ષની વયે ફરી સેટ પર હાજર.અરૂણા ઇરાનીએ પતિ કુકુ કોહલીના અવસાનના બે મહિને કામ શરૂ કર્યું.મુશ્કેલ સમયમાં પડખે રહેલાં ચાહકોનો એક પોસ્ટમાં અભિનેત્રી અરૂણા ઈરાનીએ આભાર માન્યો.૨૫ ઓગસ્ટે ૭૭ વર્ષના વયે કુકુ કોહલીનું હાર્ટ એટેકમાં અવસાન થયાના બે મહિના બાદ અરૂણા ઇરાનીએ સોશ્યલ મિડિયા પર એક પોસ્ટ મુકી મુશ્કેલ સમયમાં પડખે રહેવા બદલ ચાહકોનો આભાર માની પોતે ફરીથી કામ શરૂ કરી રહી હોવાનું જણાવ્યું હતું. ૮૦ વર્ષની વયે અરુણા ઈરાની ેસેટ પર પાછાં ફરી પોતાનાં પ્રોફેશનલ કમીટમેન્ટસ પૂરાં કરશે.કુકુ ક ોહલી પરિણિત હતા અને તેમને બે પુત્રીઓ હોઇ અરૂણા ઇરાનીએ તેમના કુકુ કોહલી સાથેના લગ્ન ખાનગી રાખ્યા હતા. એક મુલાકાતમાં અરૂણાઇરાનીએ જણાવેલું કે આ મુશ્કેલ ર્નિણય હતો પણ કુકુ મારી પડખે રહ્યા અને બીજાઓનો વિરોધ છતાં મને પરણવાનું પસંદ કર્યું હતું.કુકુ કોહલીની પ્રથમ પત્ની રીટા કોહલી તરફથી ટીકા સહન કરી હોવાનું જણાવી અરૂણાઇરાનીએ ઉમેર્યું હતું કે પતિ તેના લગ્ન માટે જવાબદાર હોય છે અને જાેકોઇ સમસ્યા આવે તો તેને જવાબદાર ઠેરવવો જાેઇએ.સંબંધો સંકુલ હોય છે અને તેમાં બંધાયેલા લોકો જ સમજી શકે કે તેઓ શા માટે બીજી વ્યક્તિને તેમના જીવનનો હિસ્સો બનાવે છે.




