
ટાઇગરની સ્થિતિ અંગે માતાએ આપી અપડેટ આયેશાએ હસીને અંગૂઠો ઊંચો કર્યો હતો અને કહ્યું કે ટાઈગર ઠીક છે આયેશા શ્રોફ અને તેમની દીકરી કૃષ્ણા મુંબઈમાં પુરુષોના જ્વેલરી કલેક્શનના લોન્ચિંગ કાર્યક્રમમાં જાેવા મળ્યાં હતાં બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલા ફાયરિંગ બાદથી તેમના ચાહકો ચિંતામાં છે. જાેકે, હવે ટાઇગરની માતા આયેશા શ્રોફે દીકરાની તબિયત અંગે અપડેટ આપ્યું છે. હકીકતમાં, ટાઇગર શ્રોફ પર થયેલા હુમલા બાદથી મુંબઈમાં ભયનો માહોલ છે. આ હુમલાને કારણે ટાઇગરના ચાહકો પણ ખૂબ જ પરેશાન છે. હવે ટાઇગરની માતા આયેશાએ પાપારાઝીને દીકરાની તબિયત અંગે માહિતી આપી છે.
ટાઇગર શ્રોફના ચાહકો તેમની દરેક અપડેટ પર નજર રાખી રહ્યા છે. તેઓ તેમની તબિયતને લઈને ચિંતિત છે. હવે ટાઇગરની માતા આયેશા શ્રોફે દીકરાની તબિયત અંગે અપડેટ આપ્યું છે અને જણાવ્યું છે કે તે કેવો છે. તાજેતરમાં તેઓ કૃષ્ણા શ્રોફ સાથે મુંબઈમાં એક કાર્યક્રમમાં પહોંચ્યાં હતાં. અહીં જ્યારે પાપારાઝીએ તેમને ટાઇગરની તબિયત વિશે પૂછ્યું, ત્યારે તેમણે સ્મિત સાથે અંગૂઠો ઊંચો કરીને ઇશારો કર્યો કે તેમનો દીકરો ઠીક છે.
આયેશા શ્રોફે તાજેતરમાં દીકરા ટાઇગરની તબિયત અંગે અપડેટ આપ્યું છે. આયેશા શ્રોફ અને તેમની દીકરી કૃષ્ણા બુધવારે મુંબઈમાં પુરુષોના જ્વેલરી કલેક્શનના લોન્ચિંગ કાર્યક્રમમાં જાેવા મળ્યાં હતાં. આ દરમિયાન માતા-દીકરીએ સાથે અનેક પોઝ આપ્યા હતા. કાર્યક્રમમાંથી બહાર નીકળતી વખતે પાપારાઝીએ આયેશાને ટાઇગરની તબિયત વિશે પણ પૂછ્યું હતું. તેમણે પૂછ્યું, ‘હવે ટાઇગરજી કેવા છે?‘ દીકરાનું નામ સાંભળતાં જ આયેશાએ હસીને અંગૂઠો ઊંચો કર્યો અને કહ્યું કે તે ઠીક છે. તેમના આ એક ઇશારાથી ચાહકોને મોટી રાહત મળી છે.
આ ઘટના ૧૮ ઓક્ટોબરની છે. તે દિવસે ટાઇગર શ્રોફ ફૂટબોલ રમીને પરત ફરી રહ્યા હતા. જુહુમાં મિત્રો સાથે ફૂટબોલ રમ્યા બાદ તેઓ પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા, ત્યારે ૩ મોટરસાઇકલ સવાર લોકોએ તેમની કાર પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ટાઇગરને ગોળી વાગી નહોતી, પરંતુ તેમના ડ્રાઇવર ઘાયલ થયા હતા. આ ઉપરાંત અન્ય એક વ્યક્તિને પણ ઇજા થઈ હતી. હાલમાં બંનેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જાેકે, ટાઇગરનો આ હુમલામાં આબાદ બચાવ થયો હતો.
ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં એક વ્લૉગર પણ ઘાયલ થયા હતા. ૩૫ વર્ષના વ્લૉગર ઉમેશ ચૌહાણને છાતીમાં ગોળી વાગી હતી અને તેમની સારવાર મુંબઈની દ્ભઈસ્ હોસ્પિટલમાં ચાલી રહી હતી. અહેવાલ અનુસાર, આયેશા શ્રોફ મંગળવારે તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યાં હતાં. ત્યાં તેમણે પોતાનો કોન્ટેક્ટ નંબર પણ આપ્યો હતો, જેથી તેમની તબિયત અંગેની દરેક માહિતી આયેશા સુધી પહોંચતી રહે.




