
ચાર દિવસમાં ચાંદી રૂ.૧૬,૦૦૦૦ સસ્તી ધનતેરસ-દિવાળી પહેલા સોના-ચાંદીમાં મોટો ઘટાડો ૧૦ ગ્રામ સોનું ૫૭૬૮ રૂપિયા સસ્તુ થઈ ૧,૪૨,૧૫૦ પર પહોંચ્યું તહેવારોની સિઝનમાં સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX થી લઈને ઘરેલું બજાર સુધીમાં કિંમતી ધાતુઓની કિંમતમાં મોટો ઘટાડો આવ્યો છે. પાછલા સપ્તાહે માત્ર ચાર દિવસના કારોબારમાં ચાંદીનો ફુગ્ગો ફૂટી ગયો અને તે ઘરેલું બજારમાં એક ઝટકામાં ૧૬૦૦૦ રૂપિયાથી વધુ સસ્તી થઈ ગઈ છે. તો એમસીએક્સ પર હવે ચાંદી પોતાના હાઈ લેવલથી આશરે ૨.૨૪ લાખ સસ્તી મળી રહી છે. બીજીતરફ સોનાનો ભાવ પણ ધડામ થયો છે.
સૌથી પહેલા વાત કરીએ દિલ્હી સહિત દેશભરની બજારોમાં ચાંદીની કિંમતમાં થયેલા ફેરફારો વિશે, તો દિવાળી, ધનતેરસ પહેલા જ ચાંદી તૂટી ગઈ છે અને તેનો ભાવ હવે ૨ લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામથી નીચે આવી ગયો છે. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ IBJA.Com પ્રમાણે ઘરેલું બજારમાં ૧૬ ઓક્ટોબરે ચાંદીની કિંમત ૨,૧૦,૯૧૮ રૂપિયા પર બંધ થઈ છે અને તે શુક્રવારે ૧,૯૪,૪૧૫ રૂપિયા પર આવી ગઈ એટલે કે ચાંદી ૧૬૫૦૩ રૂપિયા પ્રતિ કિલોગ્રામ ક્રેશ થઈ ગઈ છે.
ન માત્ર ઘરેલું બજારમાં, પરંતુ ચાંદીની કિંમત વાયદા કારોબારમાં પણ ક્રેશ થઈ ગઈ છે. ૪ ડિસેમ્બરની એક્સપાયરીવાળી જે ૧ કિલો ચાંદી ૧૬ ઓક્ટોબરે એમસીએક્સ પર ૨૧૧૧૮૭ રૂપિયામાં મળી રહી હતી, તે શુક્રવારે ક્રેશ થઈ ૧૯૬૧૦૦ રૂપિયા રહી ગઈ છે. આ પ્રમાણે ચાંદી ચાર દિવસમાં વાયદા કારોબારમાં ૧૫૦૮૭ રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે.
ચાંદીની કિંમતમાં આ સપ્તાહે આવેલા મોટા ઘટાડાને કારણે હવે આ કિંમતી ધાતુ પોતાના લાઇફ ટાઇમ હાઈ લેવલ ૪,૨૦,૦૪૮ રૂપિયાથી અડધા કરતા ઓછી કિંમતે મળી રહી છે. વર્તમાન ભાવની તુલના કરીએ તો ૧ કિલો ચાંદી હવે ૨૨૩૯૪૮ રૂપિયા સસ્તી થઈ ગઈ છે. Silver Price Crash બાદ હવે વાત સોનાના ભાવમાં થયેલા ઘટાડાની કરીએ તો કિંમતી પીળી ધાતુ આ સપ્તાહે તૂટી છે. એમસીએક્સ પર સોનાનો ભાવ જુઓ તો ૪ ડિસેમ્બરની એક્સપાયરીવાળું ૧૦ ગ્રામ સોનું ૧૪૭૯૧૮ રૂપિયાથી ૫૭૬૮ રૂપિયા સસ્તુ થઈ ૧,૪૨,૧૫૦ રહી ગયું છે. તો ઘરેલું માર્કેટમાં IBJA પ્રમાણે તેની કિંમતમાં ૪૭૯૬ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ઘટાડો થયો છે અને તેનો ભાવ ૧૪૬૪૨૬ રૂપિયા ઘટી ૧૪૧૬૩૦ રૂપિયા રહી ગયો છે.




