Astrology News: હિન્દુ ધર્મમાં દરેક દિવસનું એક વિશેષ મહત્વ છે. અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાઓને સમર્પિત છે. આ સાથે હિન્દુ ધર્મમાં શુભ-અશુભનું પણ વિશેષ મહત્વ છે. શાસ્ત્રો મુજબ ઘર અથવા મંદિરમાં અમુક વિશેષ વસ્તુઓ રાખવામાં આવે તો તેની અસર સુખ-સમૃદ્ધિ પર પડે છે. આ સાથે મંદિરની સાફસફાઇ કરવા માટે પણ એક વિશેષ સમય હોય છે. જેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ સાથે પરિવારમાં સુખ અને શાંતિ જોવા મળે છે.
મંદિરની સાફસફાઇ
વાસ્તુ શાસ્ત્રમાં મંદિરની સાફસફાઇ અને મંદિરમાં રાખવામાં આવતી વસ્તુઓને લઈને પણ નિયમો છે. જે લોકો આ નિયમોનું પાલન કરે છે તેમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જોવા મળે છે. આ સાથે તે વ્યક્તિના જીવનમાં સફળતા માટે નવા રસ્તાઓ પણ ખૂલે છે. જાણો, મંદિરની સાફસફાઇ કયા દિવસે કરવી જોઈએ અને કયા દિવસે ન કરવી જોઈએ.
આ દિવસે કરો મંદિરની સાફ સફાઇ
વાસ્તુ શાસ્ત્ર મુજબ શનિવારના દિવસે મંદિરની સાફસફાઇ કરવી જોઈએ. જે લોકો શનિવારના દિવસે મંદિરની સાફસફાઇ કરે છે, તેમના જીવનમાંથી સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ સાથે વાસ્તુ દોષથી પણ છુટકારો મળે છે.
મંદિરની સાફસફાઇ કેવી રીતે કરવી
સૌપ્રથમ મંદિરમાં રાખેલા દેવી-દેવતાઓના ફોટાઓને ગંગાજળ વધે સાફ કરો. હવે દીવાને એક કપડાં વડે સાફ કરો. મંદિરમાં સળગાવેલી બાકસની સળી, ફૂલ અને અન્ય કોઈ પણ એવો સમાન જેની જરૂર મંદિરમાં નથી તેને દૂર કરો. આ વસ્તુઓને ગંગાજળ અથવા કોઈ પણ પવિત્ર નદીમાં તરતા મૂકો. સરખી રીતે મંદિરની સાફસફાઇ કર્યા બાદ હવે મંદિરમાં ગંગાજળ છાંટો. તેનાથી મંદિર શુદ્ધ થઈ જશે અને નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર થશે.