Vastu Tips: આપણા ઘર કે આસપાસમાં કોઇને કોઇ છોડ કે ઝાડ જરૂર હોય છે, જે તમને તાજી હવા આપે છે અને વાતાવરણ પણ શુદ્ધ રાખે છે. છોડ આપણા ઘરની રોનક પણ વધારે છે. તેથી ઘણા ઘરોમાં અનેક પ્રકારના છોડ રાખવામાં આવે છે. પરંતુ શું તમે તમારા ઘરમાં મની પ્લાન્ટ વાવ્યો છે? મની પ્લાન્ટનું વાસ્તુ શાસ્ત્રમાં પણ વિશેષ મહત્ત્વ છે. મની પ્લાન્ટને વાસ્તુ શાસ્ત્રમાં સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવ્યું છે.
એવું કહેવામાં આવે છે કે, ઘર કે ઓફિસમાં યોગ્ય દિશામાં રાખવામાં આવેલો મની પ્લાન્ટ સકારાત્મકતા લાવવાની સાથે ધન આગમનના અનેક રસ્તા ખોલી દે છે. પરંતુ ઘણા લોકોના મનમાં એ સવાલ પણ ઉઠે છે કે શું બે મની પ્લાન્ટ વધુ ધનવાન બનાવી શકે છે? શું એકસાથે બે મની પ્લાન્ટ રાખવા જોઇએ? વાસ્તુ શાસ્ત્ર શું કહે છે? ચાલો તેના વિશે વિગતે જાણીએ ભોપાલ નિવાસી જ્યોતિષી તથા વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસેથી.
કઇ દિશામાં રાખશો મની પ્લાન્ટ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મની પ્લાન્ટ જો દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવામાં આવે તો તે ધનને આકર્ષિત કરે છે. તેવામાં ઉત્તર દિશામાં રાખવાથી આર્થિક સ્થિરતા આવવાની સાથે વિકાસમાં વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત જો તમે ઘરમાં એક સાથે બે મની પ્લાન્ટ રાખવા માગતા હોય તો દક્ષિણ-પૂર્વ ખૂણો શુભ માનવામાં આવે છે. પરંતુ તેને ઉત્તર-પૂર્વ દિશામાં રાખવાનું ટાળો.
ઘરમાં બે મની પ્લાન્ટનો પ્રભાવ
જો તમે તમારા ઘરમાં એકસાથે બે મની પ્લાન્ટ રાખવા કે વાવવાનું વિચારી રહ્યાં છો તો તેમાં કંઇ ખોટું નથી. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કોઇપણ છોડને જોડીમાં વાવવાથી તેનો ગ્રોથ સારો થાય છે. સાથે જ એકસાથે બે મની પ્લાન્ટ લગાવવાથી તમને કેટલાંક વિશેષ લાભ પણ મળી શકે છે.
- જો તમે તમારા ઘરમાં બે મની પ્લાન્ટ રાખવાનો નિર્ણય લીધો છે તો કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે.
- બંને છોડને પૂરતો સૂર્ય પ્રકાશ મળવો જોઇએ.
- બંને છોડને અન્ય છોડથી દૂર રાખવા જોઇએ.
- જે સ્થાન પર મની પ્લાન્ટ રાખ્યો છે ત્યાં હંમેશા સ્વચ્છતા જાળવો.
- જો છોડના પાન પીળા થઇ રહ્યાં હોય તો તેને સાવચેતીથી અલગ કરી દો.