Vastu Tips: આજના સમયમાં ફોન વ્યક્તિની જીવનશૈલીનો જરૂરી ભાગ છે. તમને લગભગ વ્યક્તિઓ પાસે ફોન જોવા મળશે. ઘણા લોકો કાર ચલાવતા સમયે ફોનનો ઉપયોગ કરે છે તો કોઈ રસોઈ કરતાં સમયે ફોનનો ઉપયોગ કરે છે. કેટલાક લોકોતો ટોઇલેટમાં પણ ફોનનો ઉપયોગ કરે છે. આ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. કારણકે તેનાથી તમારા ગ્રહો પર ખરાબ અસર પડે છે. વાસ્તુ શાસ્ત્રમાં દરેક વસ્તુના શુભ અને અશુભ પરિણામ વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્રના નિયમ મુજબ અમુક જગ્યાએ ફોન ન લઈ જવો જોઈએ.
ટોઇલેટમાં ફોનનો ઉપયોગ ન કરવો
વાસ્તુ શાસ્ત્ર મુજબ ટોઇલેટમાં ફોનનો ઉપયોગ કરવામાં આવે તો તમારો બુધ ગ્રહ નબળો થઈ શકે છે. ટોઇલેટમાં બારમાં ગ્રહનું પ્રતિનિધિત્વ હોય છે અને બુધ બારમાં ગ્રહમાં જ નબળો હોય છે. જે માણસનો બુધ ગ્રહ ખરાબ હોય છે, તેના જીવનમાં ધીમે-ધીમે સમસ્યાઓ વધવા લાગે છે. આ સાથે તેમની બોલવાની સ્કિલ પણ ખરાબ થવા લાગે છે. જેના કારણે તેમનો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. આ લોકો તેમની વાત અન્ય લોકો સામે નથી કરી શકતા. આ સાથે બુધ ગ્રહના ખરાબ થવાને કારણે ત્વચા સંબંધી સમસ્યાઓ થવા લાગે છે.
ફોનને લગતા વાસ્તુ નિયમ
ભગવાનનો ફોટો
વાસ્તુ શાસ્ત્ર મુજબ ક્યારેય પણ ફોનના કવર પર ભગવાનનો ફોટો ન લગાવવો જોઈએ. તેનાથી દેવી-દેવતાઓ નારાજ રહે છે. જેના કારણે તમારા જીવનમાં સમસ્યાઓ સર્જાય છે.
હિંસક પ્રાણીનો ફોટો
તમારા ફોનના કવર પર ક્યારેય પણ હિંસક પ્રાણીનો ફોટો ન લગાવવો જોઈએ. તેનાથી વ્યક્તિના મનમાં દર ઉત્પન્ન થાય છે. તેના કારણે તે અજાણતા પણ ખરાબ કામ કરી બેસે છે.