Holi 2024 : હોળીનો દિવસ અને રાત તંત્ર સાધના કરવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા છે કે હોળીના દિવસે કરવામાં આવેલા ઉપાય જલ્દી સિદ્ધ થાય છે. સાથે જ તેનું ફળ વ્યક્તિને જલ્દી પ્રાપ્ત થાય છે. હોળીનો તહેવાર ફાગણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળીનો તહેવાર 25 માર્ચ 2024, સોમવારના દિવસે ઉજવવામાં આવશે.
જ્યોતિષ શાસ્ત્રમાં હોળીના દિવસે કરવા માટે કેટલાંક નાના-નાના ઉપાય જણાવવામાં આવ્યાં છે. જેને કરવાથી જીવનમાં ખુશીઓ આવી શકે છે. તો ચાલો જાણીએ ભોપાલ નિવાસી જ્યોતિષી તથા વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસેથી આ ઉપાયો વિશે.
હોળીના દિવસે કરો આ ઉપાય
હોલિકા દહનના સમયે તમારા ઘરની નજર ઉતારીને અને શરીર પર ઉબટન લગાવીને ઉતારો, તે બાદ તેને હોલિકામાં બાળી દેવાથી નકારાત્મકતા દૂર થાય છે. ઘર, દુકાન, ઓફિસની નજર ઉતારીને હોલિકામાં હદન કરવાથી લાભ પ્રાપ્ત થાય છે.
જો તમે દેવા અથવા કોઇ અજ્ઞાત ભયથી પીડિત છો તો હોલિકા દહનના દિવસે નરસિંહ સ્ત્રોતનો પાઠ કરવો તમારા માટે લાભકારક હશે.
જો તમારી નોકરીમાં સતત અડચણો આવી રહી હોય તો હોલિકા હદનની રાત્રે પ્રગટાવેલી હોલિકામાં નારિયેળનું દહન કરો. આવું કરવાથી નોકરીમાં આવતી અડચણો જલ્દી જ દૂર થઇ જશે.
જો તમે લાંબા સમયથી કોઇ બીમારીથી પીડિત છો તો હોલિકા દહન બાદ વધેલી રાખને દર્દી સૂવે તે સ્થાન પર છાંટી દો, આવું કરવાથી જલ્દી જ લાભ પ્રાપ્ત થશે.
કોઇ કાર્યમાં સફળતાની પ્રાપ્તિ માટે હોલિકા દહનના દિવસે સ્થળ પર હોલિકામાં નારિયેળ પાણી અને સોપારી ભેટ કરો.
જો તમે બિનજરૂરી ખર્ચથી પરેશાન છો તો હોલિકા દહનના બીજા દિવસે હોલિકાની રાખ લઇને તેને લાલ રંગના રૂમાલમાં બાંધી દો અને તેને તમારા ઘરના ધન સ્થાન પર રાખી દો. આવું કરવાથી બિનજરૂરી ખર્ચ બંધ થઇ જશે.
હોલિકા દહનના દિવસે ગોમતી ચક્ર લઇને શિવલિંગ પર ચડાવવાથી જ વેપારમાં લાભ પ્રાપ્ત થાય છે.
હોલિકા દહનની રાતે 12 વાગ્યે મધરાત્રીમાં કોઇ પીપળાના વૃક્ષ નીટે ઘીનો દીવો પ્રગટાવો અને તેની સાત વાર પરિક્રમા કરો. આવું કરવાથી જીવનમાં આવતી અડચણો દૂર થઇ જશે.