Vastu Tips: હિન્દુ ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ છે. જ્યોતિષશાસ્ત્રે દીવા પ્રગટાવવા માટે કેટલાક ખાસ નિયમો આપ્યા છે. એવું માનવામાં આવે છે કે કોઈપણ પૂજા શરૂ કરતા પહેલા દીવો કરવો જોઈએ, તો જ પૂજા પૂર્ણ માનવામાં આવે છે. દરેક વ્યક્તિએ કોઈપણ પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાની પરંપરાનું પાલન કરવું જોઈએ, પરંતુ શું તમે જાણો છો કે દીવો પ્રગટાવવાના પણ કેટલાક નિયમો છે. એવું માનવામાં આવે છે કે આ નિયમોનું પાલન કરવાથી લોકોને પૂજાનું પુણ્ય ફળ મળે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. પૂજા કરતી વખતે દીવો કરવા સંબંધિત વાસ્તુ નિયમો અને તેની અસરો વિશે જાણો.
- દીવો કરતી વખતે વાટ હંમેશા પૂર્વ અથવા ઉત્તર તરફ હોવી જોઈએ. પૂજા દરમિયાન ઘીનો દીવો પ્રગટાવ્યા પછી તરત જ અન્ય કોઈ તેલનો દીવો ન કરવો જોઈએ.
- પૂર્વ તરફ મુખ રાખીને દીવો રાખવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે અને તણાવ ઓછો થાય છે.
- ઉત્તર તરફ મુખ કરીને દીવો રાખવાથી સમૃદ્ધિ આવે છે અને જ્ઞાનમાં વધારો થાય છે.
- દીવો પશ્ચિમ દિશા તરફ રાખવાથી જીવનમાં અવરોધો આવે છે અને ચિંતા વધે છે.
- દક્ષિણ તરફ મુખ રાખીને દીવો રાખવાથી નુકસાન થઈ શકે છે અને અવરોધો પણ સર્જાય છે.
- હિંદુ ધર્મ અનુસાર દીવો પૂજા સ્થળની મધ્યમાં અને ભગવાનની મૂર્તિ કે પ્રતિમાની સામે રાખવો જોઈએ.
- તેલના દીવામાં લાલ વાટનો ઉપયોગ કરવો શુભ છે અને ઘરના દીવા માટે રૂની વાટનો ઉપયોગ કરવો લાભકારી માનવામાં આવે છે.