Astrology News: પતિ -પત્નીનો સબંધ સામંજસ્ય અને વિશ્વાસ પર ટકેલો હોય છે. જો એમાં થોડા પણ અવિશ્વાસની ભાવના આવી જાય છે તો સબંધની ડોર કમજોર થવા લાગે છે. ઘણી વખત પતિ-પત્નીના સબંધને ગ્રહોની દશા પ્રભાવિત કરે છે અને આ કારણથી પરિવારમાં તણાવ વધે છે. પતિ-પત્નીમાં ખુબ વધુ વિવાદના કારણે અશાંતિ છવાય જાય છે. તો ચાલો જાણીએ આ પાછળ શું કારણ છે અને તેના ઉપાય.
શા માટે થાય છે પતિ-પત્ની વચ્ચે ઝઘડા
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, પતિ-પત્નીમાં વિવાદ અથવા પ્રેમ સબંધો માટે બંનેની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ જવાબદાર હોય છે. જ્યોતિષ અનુસાર પતિનું વિવાહિત જીવન જ્યાં શુક્ર ગ્રહની સ્થિતિ પર નિર્ભર કરે છે, ત્યાં જ પત્નીના વૈવાહિક જીવન પર બૃહસ્પતિ ગ્રહ પ્રભાવ પાડે છે. આ ઉપરાંત જો પતિ-પત્નીની કુંડળીમાં શનિ, સૂર્ય, મંગળ, રાહુ અને કેતુના કારણે પણ સમસ્યા આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જો કુંડળીમાં ગુરૂ શુભ હોય તો પત્ની પોતાના પતિને વશમાં રાખવાની કોશિશ કરે છે. આ ઉપરાંત જો કોઈ સ્ત્રીની કુંડળીમાં ગુરુ ઉચ્ચ સ્થિતિમાં હોય તો પુરુષને ધનની પણ પ્રાપ્તિ થાય છે. ત્યાં જ પુરુષની કુંડળીમાં શુક્ર સારી સ્થિતિમાં હોય તો આજ્ઞાકારી પત્ની મળે છે. આ ઉપરાંત લગ્નેશ અને સપ્તમેશ જો છઠ્ઠા, 8માં અને 12માં ભાવમાં હોય તો પતિ-પત્ની વચ્ચે વિવાદ થાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે કુંડળીના 6ઠ્ઠા, 8મા કે 12મા ભાવમાં અથવા સપ્તમેશ પંચમ ભાવમાં હોય તો પરિવારમાં અશાંતિ રહે છે. સાતમા ભાવમાં શનિ, મંગળ, સૂર્ય, રાહુ-કેતુ જેવા ક્રૂર ગ્રહોનું પાસુ હોય તો પતિ-પત્ની વચ્ચે વિવાદ થાય છે.
આ ઉપાયો અજમાવો
પરિવારમાં શાંતિ અને પતિ-પત્ની વચ્ચેના પ્રેમ માટે દરરોજ સૂતા પહેલા ઓશીકા નીચે કપૂર રાખવું જોઈએ. સવારે ઉઠ્યા બાદ આ કપૂરને બાળી લેવું જોઈએ. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે.