
સોનાના વાયદામાં રૂ.172 અને ચાંદીના વાયદામાં રૂ.1171ની નરમાઇઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.62ની વૃદ્ધિ કોમોડિટી વાયદાઓમાં રૂ.31465.31 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.322657.93 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 19090.89 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37200 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.354123.79 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.31465.31 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.322657.93 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 37200 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.5485.08 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 19090.89 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.154757ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.155048 અને નીચામાં રૂ.153706ના મથાળે અથડાઈ, રૂ.154817ના આગલા બંધ સામે રૂ.172 ઘટી રૂ.154645ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.88 ઘટી રૂ.123084 થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ.11 ઘટી રૂ.15422ના ભાવે બોલાયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.178 ઘટી રૂ.153089 થયો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.153925ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.154332 અને નીચામાં રૂ.152400ના મથાળે અથડાઈ, રૂ.153468ના આગલા બંધ સામે રૂ.133 ઘટી રૂ.153335ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.254343ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.255617 અને નીચામાં રૂ.248720ના મથાળે અથડાઈ, રૂ.252750ના આગલા બંધ સામે રૂ.1171 ઘટી રૂ.251579ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.483 ઘટી રૂ.252998ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.476 ઘટી રૂ.252929ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 6211.76 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ.4.4 વધી રૂ.1273.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત એપ્રિલ વાયદો રૂ.2.55 વધી રૂ.337.7ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો 95 પૈસા ઘટી રૂ.365.95ના સ્તરે પહોંચ્યો હતો. સીસું એપ્રિલ વાયદો 15 પૈસા વધી રૂ.195.1 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 5942.40 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી એપ્રિલ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.5140ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5140 અને નીચામાં રૂ.4923ના સ્તરને સ્પર્શી, રૂ.181 ઘટી રૂ.4935ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ.8518ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.8726 અને નીચામાં રૂ.8433ના મથાળે અથડાઈ, રૂ.8571ના આગલા બંધ સામે રૂ.62 વધી રૂ.8633ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.62 વધી રૂ.8636ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.1.6 વધી રૂ.244.9 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો રૂ.1.5 વધી રૂ.244.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.985ના ભાવે ખૂલી, રૂ.1.5 વધી રૂ.984.7 થયો હતો. એલચી એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.2750ના ભાવે ખૂલી, રૂ.27 વધી રૂ.2819ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 10618.13 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 8472.76 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 5301.33 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 487.39 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 19.71 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 371.23 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 28.83 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 4748.81 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1164.76 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 4.20 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.58 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 8790 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 54480 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 26542 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 361523 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 60180 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 7301 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 20468 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 81213 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1669 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 17937 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 52813 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 36832 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 37396 પોઇન્ટના સ્તર અને નીચામાં 36832 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 183 પોઇન્ટ વધી 37200 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.9000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.27.8 ઘટી રૂ.93.3ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.245ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 80 પૈસા વધી રૂ.8.9ના ભાવે બોલાયો હતો.
સોનું એપ્રિલ રૂ.170000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.16 ઘટી રૂ.218ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.135 ઘટી રૂ.457 થયો હતો. તાંબું એપ્રિલ રૂ.1400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 61 પૈસા વધી રૂ.4.78ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ.335ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 3 પૈસા ઘટી રૂ.6.08 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.9000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.27.75 ઘટી રૂ.99.55ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.245ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 90 પૈસા વધી રૂ.9.25 થયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.162.5 ઘટી રૂ.874ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.260000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.502 ઘટી રૂ.4436.5 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.8500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.63.3 ઘટી રૂ.165.8 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.240ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.45 ઘટી રૂ.5.55ના ભાવે બોલાયો હતો.
સોનું એપ્રિલ રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.54.5 ઘટી રૂ.1557.5 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.54.5 ઘટી રૂ.319.5ના ભાવે બોલાયો હતો. તાંબું એપ્રિલ રૂ.1200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 12 પૈસા વધી રૂ.6.65 થયો હતો. જસત એપ્રિલ રૂ.330ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 41 પૈસા વધી રૂ.2 થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.8000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.24.4 ઘટી રૂ.52.65ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.240ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.3 ઘટી રૂ.5.85ના ભાવે બોલાયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.18 ઘટી રૂ.1773ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.250000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.30.5 ઘટી રૂ.6272.5ના ભાવે બોલાયો હતો.




