
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 4થી 10 એપ્રિલના સપ્તાહ દરમિયાન રૂ.1788795.64 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.267976.42 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1520798.92 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 21098 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.189113.17 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.89451ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.92400 અને નીચામાં રૂ.86710ના સ્તરને સ્પર્શી, રૂ.90057ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.1976ના ઉછાળા સાથે રૂ.92033 થયો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.755 વધી રૂ.73136 થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો સપ્તાહના અંતે 1 ગ્રામદીઠ રૂ.83 વધી રૂ.9180ના ભાવે બંધ થયો હતો. સોનું-મિની મે વાયદો સપ્તાહના અંતે 10 ગ્રામદીઠ રૂ.1883ના ઉછાળા સાથે રૂ.91646 થયો હતો. ગોલ્ડ-ટેનનો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.89,931ના ભાવે ખલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.91,900 અને નીચામાં રૂ.87,151ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.1,553ના ભાવઘટાડા સાથે રૂ.91,618ના ભાવે બંધ થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.94100ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.94100 અને નીચામાં રૂ.86223ના સ્તરને સ્પર્શી, રૂ.94399ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.2804ના ભાવઘટાડા સાથે રૂ.91595 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ.2767 ઘટી રૂ.91696ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ.2797 ઘટી રૂ.91686ના ભાવે બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.22560.35 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ.39.05 ઘટી રૂ.827.2ના ભાવે બંધ થયો હતો. જસત એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ.5.5 ઘટી રૂ.252.6ના ભાવે બંધ થયો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ.4.55 ઘટી રૂ.233.9ના ભાવે બોલાયો હતો. સીસું એપ્રિલ વાયદો સપ્તાહના અંતે 90 પૈસા ઘટી રૂ.177.35ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.56290.49 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5672ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5681 અને નીચામાં રૂ.4798ના મથાળે અથડાઈ, રૂ.5735ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.566 ઘટી રૂ.5169ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ.568 ઘટી રૂ.5172ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ સપ્તાહના અંતે રૂ.50.7 ઘટી રૂ.303.1 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ.50.4 ઘટી રૂ.303.3 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.923ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.13 ઘટી રૂ.912.2ના સ્તરે પહોંચ્યો હતો. કોટન ખાંડી મે વાયદો સપ્તાહના અંતે ખાંડીદીઠ રૂ.480 ઘટી રૂ.54500 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.116577.81 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.72535.36 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.15268.73 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.2091.03 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.543.35 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.4657.24 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.21831.70 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.34458.79 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.9.19 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.3.22 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 21336 કિલો, સોનું-મિનીના વાયદાઓમાં 3696.9 કિલો, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 63.352 કિલો, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 84.776 કિલો અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 30 કિલોના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 806370 કિલો, ચાંદી-મિનીના વાયદાઓમાં 226205 કિલો અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 155862 કિલોના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 2137900 બેરલ્સ, ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં 279760 બેરલ્સ, નેચરલ ગેસના વાયદાઓમાં 17056250 એમએમબીટીયુ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં 3684000 એમએમબીટીયુના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહના પ્રારંભે બુલડેક્સ એપ્રિલ વાયદો 20766 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 21150 પોઇન્ટના સ્તર અને નીચામાં 20060 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 124 પોઇન્ટ વધી 21098 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.
