
ચીનની મોનોપોલી ખાળવા દુર્લભ ખનિજાેના રોયલ્ટી દરોમાં ફેરફાર કરાયાટ્રમ્પની ટેરિફ વચ્ચે નિકાસકારો માટે રૂ.૪૫,૦૦૦ કરોડનાં પ્રોત્સાહનોરૂપિયા૨૫,૦૦૦ કરોડના નિકાસ મિશન, રૂપિયા ૨૦,૦૦૦ કરોડની ક્રેડિટ સ્કીમને કેબિનેટની બહાલીઅમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જંગી ટેરિફનો સામનો કરવા માટે કેન્દ્રીય કેબિનેટે શ્૪૫,૦૦૦ કરોડની નિકાસ યોજનાઓને બુધવારે મંજૂરી આપી હતી. તેમાં શ્૨૫,૦૦૦ કરોડના બહુપ્રતિક્ષિત નિકાસ પ્રમોશન મિશન અને શ્૨૦,૦૦૦ કરોડની ક્રેડિટ ગેરંટી સ્કીમનો સમાવેશ થાય છે. નિકાસ પ્રમોશન મિશન હેઠળ સરકાર લેધર, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ક્ષેત્રોને પ્રાથમિકતા આપશે.સરકારે જણાવ્યું હતું કે નિકાસ પ્રમોશન મિશન (EPM) હેઠળ ઇન્ટરેસ્ટ ઇક્વલાઇઝેશન સ્કીમ (IES) અને માર્કેટ એક્સેસ ઇનિશિયેટિવ (MAI) જેવી અલગ અલગ યોજનાઓને એક પ્લેટફોર્મ હેઠળ લાવવામાં આવશે અને તેને પરિણામ આધારિત બનાવશે. આ મિશન વૈશ્વિક પડકારો અને નિકાસકારોની જરૂરિયાત મુજબ ઝડપથી પ્રતિસાદ આપશે.
આ યોજનાને નાણાકીય વર્ષ ૨૦૨૬થી ૨૦૩૧ સુધીના સમયગાળા માટે મંજૂરી અપાઈ છે.આ મિશન બે સંકલિત પેટા-યોજનાઓ નિર્યાત પ્રોત્સાહન અને નિર્યાત દિશા કામગીરી કરશે. પ્રથમ યોજના હેઠળ સસ્તા વ્યાજદરે વેપાર ધિરાણની ઉપલબ્ધતામાં વધારો કરાશે. તે માટે વ્યાજમાફી, નિકાસ ફેક્ટરિંગ, કોલેટરલ ગેરંટી, ક્રેડિટ કાર્ડ જેવા માધ્યમોનો ઉપયોગ કરાશે.બીજી તરફ નિર્યાત દિશા યોજના હેઠળ બજારમાં સ્પર્ધાત્મકતામાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રીત કરાશે. આ યોજના હેઠળ સરકાર નિકાસ વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ, પરિવહન વળતર અને વેપારની ગુપ્ત માહિતી અને ક્ષમતા-નિર્માણ પહેલ મારફત સમર્થન આપશે.કેબિનેટે મંજૂરી આપેલી નિકાસકારો માટેની ક્રેડિટ ગેરંટી યોજનાનો ઉદ્દેશ્ય નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ (NCTGT) દ્વારા સભ્ય ધિરાણ સંસ્થાઓ (MLI)ને ૧૦૦% ક્રેડિટ ગેરંટી કવરેજ પૂરું પાડવાનો છે. આનાથી MSME સહિત લાયક નિકાસકારોને શ્૨૦,૦૦૦ કરોડ સુધીની વધારાની ક્રેડિટ સુવિધાઓ મળશે.ચીને દુર્લભ ખનિજાે પર નિકાસ નિયંત્રણો લાદ્યા છે ત્યારે કેન્દ્રીય કેબિનેટે આવા મહત્ત્વપૂર્ણ ખનિજાેના ઉત્પાદનમાં વધારો કરવા માટે તેની રોયલ્ટીના દરોને તર્કસંગત બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી છે. સરકારે ગ્રેફાઇટ, સીઝિયમ, રુબિડિયમ અને ઝિર્કાેનિયમ ખનિજાેના રોયલ્ટી દરોને તર્કસંગત બનાવવાનો ર્નિણય કર્યાે છે. આ આ ખનિજાે ગ્રીન એનર્જી માટે મહત્વપૂર્ણ છે. રોયલ્ટીના દરોમાં ફેરફારને કારણે સીઝિયમ, રુબિડિયમ અને ઝિર્કાેનિયમના ભંડાર ધરાવતા ખનિજ બ્લોક્સની હરાજીમાં રોકાણકારોને આકર્ષી શકાશે. આની સાથે લિથિયમ, ટંગસ્ટન, REES, નિઓબિયમ અને અન્ય જેવા સંલર્ગન મહત્વપૂર્ણ ખનિજાેના ભંડારને પણ બહાર લાવી શકાશે.




