
જાપાનના રાજદૂત શ્રી કેઇચી ઓનો તેમજ સુઝુકી મોટર કોર્પોરેશનના ડાયરેક્ટર-પ્રેસિડેન્ટ શ્રી ટી.સુઝુકીની વિશેષ ઉપસ્થિતિવડાપ્રધાનશ્રીએ સુઝુકી મોટર પ્લાન્ટ ખાતે ‘મેઇક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતાં અને ગ્રીન મોબિલિટી માટે વૈશ્વિક હબ તરીકે ભારતના ઉદભવને રેખાંકિત કરતાં, બેટરી ઇલેક્ટ્રિક વાહન (BEV) ‘e VITARA’ને લીલી ઝંડી આપી હતી. TDSG લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ્સના સ્થાનિક ઉત્પાદન પ્લાન્ટનું પણ ઉદઘાટન કર્યું હતું. આ પ્લાન્ટ સ્વચ્છ ઊર્જાને વેગ આપશે અને કુલ ઉત્પાદનના એંશી ટકા બેટરીનું ઉત્પાદન ભારતમાં થશે તે સુનિશ્ચિત કરશે.
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે ક્લિન એનર્જી અને ક્લિન મોબિલિટી આપણું ભવિષ્ય છે. હાઈબ્રિડ ઈવીથી પ્રદૂષણ ઘટશે અને આવા પ્રયાસોથી જ ભારત ખૂબ ઝડપથી વિશ્વાસપ્રદ ડેસ્ટિનેશન બનશે. તેમણે ઉમેર્યું કે ભારતે છેલ્લા દસકામાં જે નીતિઓ બનાવી, તે દેશના ઉદ્યોગોના વિકાસમાં ખૂબ કારગત નીવડી રહી છે. વર્ષ-2014માં જ્યારે તેમને વડાપ્રધાન તરીકે દેશસેવાનો અવસર મળ્યો, ત્યારથી ‘મેક ઇન ઇન્ડિયા’નો કન્સેપ્ટ શરૂ કરી, લોકલ અને ગ્લોબલ ઉત્પાદકોને અનુકૂળ વાતાવરણ ઊભું કર્યું. આ માટે તમામ ક્ષેત્રે અનુકૂળતો બનાવાઈ રહી છે. જેમાં ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર, લોજિસ્ટિક પાર્ક સહિત અનેક ક્ષેત્રે ઉત્પાદકોને પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવનો પણ લાભ અપાઈ રહ્યો છે. આ માટે અનેક રિફોર્મ્સ કરીને જૂની અડચણો દૂર કરવામાં આવી છે.આગામી વર્ષોમાં તમામ મુખ્ય ક્ષેત્રોમાં આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂકતા, વડાપ્રધાનશ્રીએ આજના પ્રયાસો વિકસિત ભારત@2047નો પાયો મજબૂત બનાવવાની સાથે ભારત-જાપાનની મિત્રતા અતૂટ બનાવશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, જો સાચી નીતિઓ, સ્ટટે ઓફ ધ આર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ તેમજ પ્રોએક્ટિવ ગવર્નન્સ સાથે ભળે તો એક રાજ્યને કેવી રીતે ગ્લોબલ ઈન્ડસ્ટ્રીય હબ બનાવી શકાય તે વડાપ્રધાનશ્રીની વિઝનગરી લીડરશીપમાં ગુજરાતે સાબિત કર્યું છે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને જાપાનનો સંબંધ વિશ્વાસ, વ્યાપાર અને સંસ્કારનો છે. સુઝુકી, તોશિબા, ડેન્સો જેવી કંપનીઓએ રોકાણ માટે ગુજરાતની પસંદગી કરી છે એ વિશ્વાસનું સૌથી મોટું ઉદાહરણ છે.




