
આરબીઆઈનો મોટો ર્નિણયહવે ચાંદીની જવેલરી ગીરવે મૂકીને પણ લોન મેળવી શકાશેઆરબીઆઈની નવી માર્ગદર્શિકા અનુસાર મુજબ આ લોન માટેની મહત્તમ પ્રોસેસિંગ ફી રૂપિયા ૫,૦૦૦ લેવામાં આવશેરિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકના ગ્રાહકોના હિતમાં મોટો ર્નિણય લીધો છે. જેમાં હવે ચાંદીના દાગીના ગીરવે મૂકીને લોન મેળવી શકાશે.આ નિયમ એપ્રિલ ૨૦૨૬ થી અમલમાં આવશે. આનાથી લાખો ગ્રામીણ અને શહેરી ગ્રાહકોને ફાયદો થશે. જેઓ હવે તેમની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે તેમની ચાંદીનો ઉપયોગ કરી શકશે.આ અંગે આરબીઆઈની નવી માર્ગદર્શિકા અનુસાર, ચાંદીના દાગીના પર લોન સાત વર્ષમાં ચૂકવી શકાય છે.
વ્યાજ દર બેંકો દ્વારા નક્કી કરવામાં આવશે અને વર્તમાન બજાર પરિસ્થિતિઓ પર આધારિત હશે. આનો અર્થ એ છે કે જેવી રીતે સોનાની દાગીના પર લોનનું વ્યાજ લાગુ પડે છે. તેવી જ રીતે ચાંદીના દાગીનાની લોન પર પણ વ્યાજ લાગુ થશે. જાે ગ્રાહક સમયસર લોન ચૂકવવામાં નિષ્ફળ જાય તો બેંક પછી ગીરવે મૂકેલા ચાંદીના દાગીનાની હરાજી કરી શકે છે.આરબીઆઈની નવી માર્ગદર્શિકા અનુસાર મુજબ આ લોન માટેની મહત્તમ પ્રોસેસિંગ ફી રૂપિયા ૫,૦૦૦ લેવામાં આવશે. આ નિયમ એપ્રિલ ૨૦૨૬ થી દેશભરમાં લાગુ થશે. આનાથી અનેક લોકોને નોંધપાત્ર ફાયદો થશે.ઉલ્લેખનીય છે કે, હાલમાં લોન સામાન્ય વર્ગના લોકો માટે જરૂરિયાત બની છે. જેમાં મોટાભાગના કામ માટે લોકો લોન પર આધાર રાખે છે. અત્યાર સુધી બેંકો ફક્ત સોના દાગીના ગીરવે રાખીને લોન આપતી હતી. જાેકે, ભારતીય રિઝર્વ બેંકે ચાંદીના દાગીના ગીરવે રાખીને લોન આપવાનો નિયમ જાહેર કરતા લોકોને તેનો ફાયદો થશે.




