
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડની એનએફઓ – આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કોન્ગ્લોમરેટ ફંડ લોન્ચ કર્યું.એનએફઓ 03 ઓક્ટોબર, 2025થી 17 ઓક્ટોબર, 2025 સુધી ખુલ્લી રહેશે
મુખ્ય બાબતો : આ સ્કીમ એક ઇક્વિટી સ્કીમ છે જે કોન્ગ્લોમરેટ થીમ પર આધારિત છે. આ સ્કીમ વિવિધ સેક્ટર્સ કે ઉદ્યોગોમાં રહેલી કમસે કમ બે લિસ્ટેડ કંપનીઓ ધરાવતા પ્રમોટર સંચાલિત ગ્રુપમાં રોકાણ કરશે ઉદ્યોગ સમૂહો પાસે જંગી નાણાંકીય શક્તિ, નીચી મૂડી પડતર હોય છે અને તેઓ વિકસી રહેલા ક્ષેત્રોમાં વિસ્તરણ કરવાની ક્ષમતા ધરાવે છે. જેનાથી તેમને વિવિધ ચક્રોને મેનેજ કરવામાં અને વૈશ્વિક અનિશ્ચિતતામાં આગળ વધવામાં મદદ મળે છે.રોકાણના પરિપ્રેક્ષ્યમાં વિવિધ ક્ષેત્રોની લગભગ 240* કંપનીઓ ધરાવતા આશરે 71 ઉદ્યોગ સમૂહોનો સમાવેશ થાય છે.આ સ્કીમ વિવિધ માર્કેટ કેપિટલાઇઝેશનમાં રોકાણની ફ્લેક્સિબિલિટી ધરાવે છે.આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડે કોન્ગ્લોમરેટ થીમને અનુસરતી ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કોન્ગ્લોમરેટ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કોન્ગ્લોમરેટ્સ એટલે કે ઉદ્યોગ કે વ્યવસાય સમૂહો ભારતમાં સ્થિત પ્રમોટર સંચાલિત જૂથો છે જેઓ વિવિધ ક્ષેત્રો કે ઉદ્યોગોમાં બે કે તેથી વધુ લિસ્ટેડ કંપનીઓ ધરાવે છે. મજબતૂ પ્રમોટર્સ અને વિવિધ પ્રકારની કામગીરી દ્વારા સમર્થિત આ વ્યવસાય સમૂહો વિવિધ બજાર ચક્રોને સારી રીતે મેનેજ કરી શકે છે, ઉભરતા ક્ષેત્રોમાં વિસ્તરણ કરી શકે છે અને વિવિધ ક્ષેત્રો કે ઉદ્યોગોમાં રહેલી તકોને ઝડપી શકે છે.
આ લોન્ચ અંગે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીના ઈડી અને સીઆઈઓ શંકરન નરેને જણાવ્યું હતું કે ભારતના અગ્રણી બિઝનેસ ગ્રુપ્સે અનેક દાયકામાં પોતાને નવેસરથી શોધવાની અભૂતપૂર્વ ક્ષમતા દર્શાવી છે, ચાહે તે ઓર્ગેનાઇઝ્ડ રિટેલમાં અગ્રણી થવાની વાત હોય, ટેલિકોમ ક્ષેત્રે પરિવર્તન લાવવાનું હોય કે પછી રિન્યૂએબલ એનર્જી કે સેમીકંડક્ટર્સ જેવા ભવિષ્ય માટે તૈયાર ક્ષેત્રોમાં પ્રવેશવાનું હોય. તેઓ દૂરંદેશીપણું, સ્થિતિસ્થાપકતા અને અનુકૂલનશીલતા સાથે વિસ્તરણ કરે છે. આ ફંડ થકી અમારો ઉદ્દેશ્ય આ મજબૂતાઇને ઝડપવાનો અને રોકાણકારોને એવી થીમ ઓફર કરવાનો છે જે ભારતની ઉભરી રહેલી વિકાસ ગાથાનું પ્રતિબિંબ પાડતી હોય.
શા માટે કોન્ગ્લોમરેટ્સ?
કોન્ગ્લોમરેટ્સ સ્થિતિસ્થાપકતા અને વૃદ્ધિ બંનેનો સમન્વય કરે તેવો માળખાકીય લાભ ધરાવે છે. મજબૂત નાણાંકીય શક્તિ અને મજબૂત બેલેન્સ શીટ્સઃ પ્રમાણમાં ઊંચો કાર્યકારી રોકડ પ્રવાહ મૂડી ખર્ચ અને કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ટેકો આપે છે. ઓછો મૂડી ખર્ચ: મજબૂત ક્રેડિટ રેટિંગ અસ્થિર સમયમાં મદદ કરી શકે છે. મોટાપાયે કામગીરી: વહેંચાયેલ સંસાધનો, ટેકનોલોજી ભાગીદારી અને મોટા પ્રમાણમાં ગ્રાહકો ખર્ચ કાર્યક્ષમતા અને પ્રતિભા જાળવી રાખવા સક્ષમ બનાવે છે. ફોરવર્ડ, બેકવર્ડ અને એડજસન્ટ ઇન્ટિગ્રેશનઃ અનેક ગ્રુપ્સ વેલ્યુ ચેઇનમાં વિસ્તરણ કરે છે. ઉદાહરણ તરીકે, લોજિસ્ટિક્સ, એનર્જી, ફાઇનાન્સિંગ આર્મ્સ અથવા ડિઝાઇન, જેનાથી પુરવઠો સ્થિર રહે છે, ખર્ચ ઓછો થાય છે અને આવકના નવા સ્ત્રોતો ઊભા થાય છે. મંદીને મેનેજ કરવાની ક્ષમતા: વિવિધ ક્ષેત્રોમાં વૈવિધ્યસભર આવકના પ્રવાહો તેમને પડકારજનક વ્યવસાય ચક્રને પાર કરવામાં, નબળા હરીફોને હસ્તગત કરવામાં અને મંદી દરમિયાન વિસ્તરણ કરવામાં મદદ કરે છે.ઉભરતા ક્ષેત્રોમાં વિસ્તરણ: નવીનીકરણીય ઊર્જા, સેમીકંડક્ટર, ઇલેક્ટ્રિક મોબિલિટી વગેરે જેવા ક્ષેત્રોમાં આ વ્યવસાય સમૂહો હાજરી ધરાવે છે.
હાલ શા માટે કોન્ગ્લોમરેટ્સ?
હાલનો વૈશ્વિક તથા સ્થાનિક માહોલ વ્યવસાય સમૂહોને પહેલા કરતા વધુ મજબૂત બનાવે છેઃ
.વૈશ્વિક પડકારો: રેસિપ્રોકલ ટેરિફ, સપ્લાય ચેઇનમાં વિક્ષેપો અને ઉધાર મેળવવાના ઊંચા ખર્ચથી વૃદ્ધિ પર દબાણ આવી રહ્યું છે અને ફુગાવાને વેગ મળી રહ્યો છે. આ અસ્થિરતાનો સામનો કરવા માટે વૈવિધ્યસભર વ્યવસાય જૂથો વધુ સારી સ્થિતિમાં છે.
· બજાર હિસ્સામાં સતત વધારો: ડેટા દર્શાવે છે કે નિફ્ટી 100માં કોન્ગ્લોમરેટ્સનો હિસ્સો વધી રહ્યો છે, જે ભારતના કોર્પોરેટ ક્ષેત્રે તેમના વધતા મહત્વને દર્શાવે છે. સ્ત્રોત: નુવામા, 31 જુલાઈ, 2025ના રોજનો ડેટા.
· સ્થિતિસ્થાપક કમાણી: નફાકારકતાના નબળા સમયગાળામાં, વૈવિધ્યસભર વ્યવસાય જૂથોએ પ્રમાણમાં વધુ સ્થિર રોકડ પ્રવાહ દર્શાવ્યો છે.
· વિવિધ બજારચક્રોમાં વૃદ્ધિ: ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મંદી, પ્રવાહિતાની કટોકટી કે ટેલિકોમ વિક્ષેપો દરમિયાન, નાની કંપનીઓ સંઘર્ષ કરી રહી હતી ત્યારે કોન્ગ્લોમરેટ્સ સતત બજાર હિસ્સો મજબૂત કર્યો છે.
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કોન્ગ્લોમરેટ ફંડ
આ સ્કીમમાં તમામ માર્કેટ કેપ જેમ કે લાર્જ, મીડ અને સ્મોલ કેપ કંપનીઓમાં રોકાણ કરવાની સુગમતા છે જે વિશાળ તકો પૂરી પાડે છે. પોર્ટફોલિયો બનાવવાનો અભિગમ ચક્રીય તકો સાથે સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થને જોડશે, જે આર્થિક ચક્રના વિવિધ તબક્કાઓમાં ભાગીદારીને સક્ષમ બનાવશે. સ્કીમના રોકાણમાં 71* કોન્ગ્લોમરેટ ગ્રુપ્સ છે જે વિવિધ ક્ષેત્રોમાં આશરે 240* કંપનીઓને આવરી લે છે.
આ સ્કીમનું સંચાલન શ્રી લલિત કુમાર દ્વારા કરવામાં આવશે અને આ ઓફર માટેનો બેન્ચમાર્ક બીએસઈ સિલેક્ટ બિઝનેસ ગ્રુપ્સ ઇન્ડેક્સ છે. એનએફઓ દરમિયાન અરજી કરવાની લઘુત્તમ રકમ રૂ. 1,000 છે.
આજના વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનિશ્ચિત માહોલમાં, કોન્ગ્લોમરેટ્સ માત્ર મૂડીનું રક્ષણ કરવા માટે જ નહીં પરંતુ લાંબા ગાળાની સંપત્તિ સર્જનની તકો મેળવવા માટે પણ વધુ સારી સ્થિતિમાં છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કોન્ગ્લોમરેટ ફંડ રોકાણકારોને વિવિધ ક્ષેત્રો અને બજાર મૂડીમાં સુગમતા સાથે આ તકમાં ભાગ લેવા સક્ષમ બનાવે છે.




