
મહિલાના જણાવ્યા પ્રમાણે, ૨૦૧૯થી સમીર મોદી તેમને વારંવાર બળાત્કાર, છેતરપિંડી અને ધમકી આપતા રહ્યો છે.ભાગેડુ બિઝનેસમેન લલિત મોદીના ભાઈ સમીર મોદીને ગુરુવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ ૨૦૧૯ના બળાત્કારના કેસમાં કરવામાં આવી છે. જણાવી દઈએ કે, તેમના વિરુદ્ધ દિલ્હી પોલીસે હ્લૈંઇ નોંધી હતી. સમીર મોદી વિદેશથી પરત ફરી રહ્યો હતો, ત્યારે જ લુકઆઉટ સર્ક્યુલર (LOC)ના આધારે તેમને અટકાવીને કોર્ટે તેમને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. દિલ્હી પોલીસે ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાં FIR નોંધી, જેમાં એક મહિલાએ સમીર મોદી વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા હતા. મહિલાના જણાવ્યા પ્રમાણે, ૨૦૧૯થી સમીર મોદી તેમને વારંવાર બળાત્કાર, છેતરપિંડી અને ધમકી આપતા રહ્યો છે. FIR માં વધુ કહેવામાં આવ્યું છે કે, સમીર મોદીએ મહિલાને ફેશન અને લાઇફસ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દીની તકો આપવાના બહાને નજીક લાવી હતી. ડિસેમ્બર ૨૦૧૯માં તેમના ન્યૂ ફ્રેન્ડ્સ કોલોના ઘરે તેમણે તેમના પર દુષ્કર્મ ગુજાર્યો હતો. મહિલા અનુસાર, જાે આ બાબતે કોઈને જાણ કરશે તો, મહિલા અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. સમીર મોદીએ તેમના પાવરનો ઉપયોગ કરીને ધમકીઓ અને ખોટા વચનો દ્વારા તેમને ચૂપ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ વધુમાં કહ્યું કે, સમીરે તેમને લગ્નના ખોટા વચનો આપીને દુષ્કર્મ, હુમલો અને બ્લેકમેલિંગ કર્યું હતું. આ કેસ IPC ની કલમ ૩૭૬ (બળાત્કાર) અને ૫૦૬ (ગુનાહિત ધમકી) હેઠળ નોંધાયો છે. જેને લઈને પોલીસે વધુ તપાસ માટે આગળની કાર્યવાહી શરૂ કરી છે. ૫૫ વર્ષીય સમીર મોદી, લલિત મોદીના ભાઈ છે અને તેઓ મોદીકેરના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર છે, જે એક ડાયરેક્ટ સેલિંગ કંપની છે. તેઓ મોદી એન્ટરપ્રાઇઝના મેનેજિંગ ડિરેક્ટર પણ છે અને ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પદ પર છે. પાછલા વર્ષે તેઓ તેમની માતા બીના મોદી સાથે વારસાના વિવાદને કારણે સમાચારોમાં આવ્યા હતા. જૂન ૨૦૨૪માં, તેમણે પરિવારી કલેશ વચ્ચે માતા તરફથી ધમકીઓના આરોપમાં દિલ્લી પોલીસ પાસેથી સુરક્ષા માંગી હતી. ૨૦૧૯માં પિતા કે.કે. મોદીના અવસાન પછી ૧૧,૦૦૦ કરોડના વારસાના વિતરણના વિવાદને લઈને આ માંગ કરવામાં આવી હતી. સમીર મોદીના વકીલ સાકુરા એડવાઇઝરીના સિમરન સિંહે આ આરોપોને ખોટા ગણાવે છે અને કહે છે કે, આ મહિલા ૨૦૧૯થી તેમની સાથે સંબંધમાં હતી અને હવે તે પૈસા પડાવીને બ્લેકમેલિંગ કરી રહી છે. વકીલોના જણાવ્યા પ્રમાણે, “૮ અને ૧૩ ઓગસ્ટે સમીર મોદીએ વિવિધ પોલીસ અધિકારીઓ પાસે મહિલા વિરુદ્ધ ખંડણી અને બ્લેકમેલિંગની ફરિયાદો કરી હતી. આ ફરિયાદોમાં તેમની વચ્ચેના વોટ્સએપ ચેટ્સના પુરાવા છે, જેમાં તેણી ૫૦ કરોડની માંગ કરી રહી છે. તેઓ આને “કાયદાના દુરુપયોગ અને પોલીસની અધિકાર બહારની કાર્યવાહી” ગણાવી છે. વકીલો કહે છે કે, તેઓ ન્યાયાલય અને તપાસ એજન્સીઓ પર વિશ્વાસ રાખે છે અને પરિવારની ગોપનીયતાનું સન્માન કરવાની અપીલ કરી રહ્યા છે. મહિલા ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયાની પૂર્વ કર્મચારી હોવાનું પણ જણાવાયું છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને સમીર મોદીને શુક્રવારે ફરી કોર્ટમાં હાજર કરવામાં આવશે.
