
US માં પ્રતિ કલાક રૂ.૪,૮૫૦ના દરે કોન્ટ્રાક્ટરોની ભરતી ચાલુ કરી.ભારતીય યુઝર્સ માટે મેટાની મોટી પહેલ, હિન્દી AI ચેટબોટ્સ વિકસાવશ.કંપની ક્રિસ્ટલ ઇક્વેશન અને એક્વેન્ટ ટેલેન્ટ જેવી સ્ટાફિંગ કંપનીઓ દ્વારા કોન્ટ્રાક્ટરોની ભરતી કરી રહી છે. મેટા ભારતીય યુઝર્સ માટે હિન્દી ભાષાનું AI ચેટબોટ્સ વિકસાવવા માટે અમેરિકામાં પ્રતિ કલાક ઇં૫૫ (લગભગ રૂ. ૪,૮૫૦)ના દરે કોન્ટ્રાક્ટરોની ભરતી કરી રહ્યું હોવાનું કહેવાય છે. ભારત, ઇન્ડોનેશિયા અને મેક્સિકો જેવા ઝડપથી વિકસતા બજારોમાં AI હાજરીને વિસ્તૃત કરવાની મોટી યોજનાના ભાગરૂપે કંપનીએ આ હિલચાલ કરી છે. રીપોર્ટ મુજબ કંપની ક્રિસ્ટલ ઇક્વેશન અને એક્વેન્ટ ટેલેન્ટ જેવી સ્ટાફિંગ કંપનીઓ દ્વારા કોન્ટ્રાક્ટરોની ભરતી કરી રહી છે. આ કાર્ય મુખ્યત્વે ચેટબોટ્સ માટે કેરેક્ટર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ઇન્સ્ટાગ્રામ, મેસેન્જર અને વોટ્સએપ પર કાર્ય કરશે. અરજદારો પાસે હિન્દી, ઇન્ડોનેશિયન, સ્પેનિશ અથવા પોર્ટુગીઝ ભાષાની સારી જાણકારી હોવી જરૂરી છે. તેમની પાસે સ્ટોરી ટેલિંગ, કેરેક્ટર ડેવલપમેન્ટ અને છૈં સામગ્રી વર્કફ્લોનો ઓછામાં ઓછો છ વર્ષનો અનુભવ પણ જરૂરી છે.આ ભરતીના અંગે મેટા તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. જાેકે રિપોર્ટમાં દાવો કરાયો છે કે ક્રિસ્ટલ ઇક્વેશને મેટા વતી હિન્દી અને ઇન્ડોનેશિયન ભાષાના નોકરી માટે જાહેરાત અપાઈ છે, જ્યારે એક્વેન્ટ ટેલેન્ટે ટોચની સોશિયલ મીડિયા કંપની તરીકે વર્ણવેલ સ્પેનિશ-ભાષાની ભૂમિકાઓની યાદી આપી છે.અગાઉ કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે ચેટબોટ્સ રીયલ વર્લ્ડ ફ્રેન્ડચીપ જેવો અનુભવ કરાવશે તથા લોકોને ડિજિટલ કમ્પેનિયન સાથે વધુ સરળતાથી જાેડવામાં મદદ કરી શકે છે. દરમિયાન એઆઇ ચેટબોટ માટે મેટાની ટીકાઓ પણ થઈ રહી છે. અગાઉ રીપોર્ટ આવ્યાં હતાં કે મેટાના કેટલાક બોટ્સ સગીરો સાથે અયોગ્ય રોમેન્ટિક અથવા જાતીય વાતચીત કરે છે.
